જુઓ બેશરમ કોંગ્રેસના નેતા / કોંગ્રેસના MLAએ કહ્યું રેપ ટાળી ન શકાય તો પડ્યા રહીને મજા લો, જુઓ આ સાંભળીને વિધાનસભામાં જે થયું એ જાણીને તમે હેરાન થઇ જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે કર્ણાટક વિધાનસભામાં રેપ પર ભદ્દી ટિપ્પણી કરી છે. વિધાનસભામાં અધ્યક્ષને સંબોધન કરતા રમેશકુમારે કહ્યું કે રેપ જો રોકવા અશક્ય હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. અહીં નોંધનીય વાત એ છે કે કોંગ્રેસના નેતાની આ ટિપ્પણી પર કોઈએ આપત્તિ ન નોંધાવી ઉલ્ટા તેમના નિવેદનને મજાકમાં લઈ હાસ્ય રેલાયું.

ખેડૂતોના મુદ્દે સમય માંગી રહ્યા હતા વિધાયક
અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં હાલ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગુરુવારે સદનની કાર્યવાહી દરમિયાન ખેડૂતોના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. ખોડૂતોના મુદ્દા પર વિધાયક વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમયની માગણી કરી રહ્યા હતા. વિધાયકોની માગણી પર અધ્યક્ષે કહ્યું કે સમયની કમી છે. બધાને સમય આપતા રહ્યા તો આ સત્ર કેવી રીતે ચાલશે. તેમણે કોંગ્રેસ નેતા રમેશકુમાર તરફ જોયું અને વિધાયકોને કહ્યું કે તમે જે પણ નિર્ણય કરશો તે માનીશું. જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દો અને સ્થિતિનો આનંદ લો. હું વ્યવસ્થાને નિયંત્રિત કરી શકું નહીં.

અધ્યક્ષે શું કહ્યું?
આ સેશન દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને ધારાસભ્યો વિસ્તરણની વિનંતી કરી રહ્યા હતા ત્યારે તેમણે 6 વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી હતી.

કાગેરીએ હસીને કહ્યું કે હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા કરવી પડશે અને હા હા કરવી પડશે. બરાબર છે વાંધો નહીં. મને તો લાગે છે કે મારે પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું બંધ કરવું જોઈએ અને વ્યવસ્થિત રીતે કાર્ય આગળ વધવું જોઈએ. મારે દરેકને કહેવું જોઈએ કે તમે તમારી વાત ચાલુ રાખો.

ગૃહનું કામકાજ નથી થઈ રહ્યું
તેમણે કહ્યું કે તેમની એક જ ફરિયાદ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યું. પૂર્વ મંત્રી KR Ramesh Kumar (રમેશ કુમારે) દરમિયાનગીરી કરી અને કહ્યું કે એક કહેવત છે કે ‘જ્યારે બળાત્કાર થવાનો જ છે ત્યારે સૂઈ જાઓ અને મજા કરો’. તમે બરાબર એ જ સ્થિતિમાં છો.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર, દેશમાં 2020ના એક જ વર્ષમાં દુષ્કર્મની 26,727 ઘટના ઘટી છે. ભૂતપૂર્વ સ્પીકર રહી ચૂકેલા કોંગ્રેસના સિનિયર નેતાએ ગૃહમાં સરેઆમ આપેલા નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે. કોંગ્રેસનેતા કે.આર. રમેશ કુમારે બુધવારે વિધાનસભામાં બોલતાં કહ્યું હતું કે ‘જ્યારે રેપ ટાળી શકાય નહીં ત્યારે સૂઈ જાઓ અને માણી લો.’

એટલું જ નહીં, જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે એનો ઉગ્ર વિરોધ થવાને બદલે મોજૂદ સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના ત્યારે બની, જ્યારે ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરી સમક્ષ માગણી કરી હતી.

આ મુદ્દે હોબાળો મચી રહ્યો હતો ત્યારે સ્પીકરે કહ્યું હતું કે જો દરેકને બોલવા દેવામાં આવે તો તેઓ કેવી રીતે ગૃહ ચલાવી શકશે? એ પછી તેમણે ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમાર તરફ જોઈને કહ્યું કે ‘મને લાગે છે કે હું સ્થિતિ (ગૃહમાં હોબાળો) કન્ટ્રોલ નહીં કરી શકું, ચાલો, એને માણી લઈએ.’ સ્પીકરના આ નિવેદન બાદ રમેશ કુમારે વાંધાજનક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘એવું કહેવાય છે કે જ્યારે રેપ ટાળી ન શકાય ત્યારે પડ્યા રહો અને માણી લો.’

પહેલા પણ દુષ્કર્મ પીડિતાઓનું અપમાન કરી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનેતા રમેશ કુમાર આ પહેલાં પણ દુષ્કર્મ પીડિતાઓનું અપમાન કરી ચૂક્યા છે. અગાઉ એક વિવાદમાં તેમનું નામ સંડોવાયું ત્યારે તેમણે એવો બચાવ કર્યો હતો કે હું રેપનો ભોગ બન્યો હોઉં એવું અનુભવી રહ્યો છું.

‘રેપનો આનંદ લો’
અધ્યક્ષની વાત ખતમ થતા કોંગ્રેસ નેતા રમેશકુમાર પોતાની જગ્યા પર ઉભા થઈને જવાબમાં બોલ્યા કે એક કહેવત છે…જ્યારે રેપને રોકવા અશક્ય હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. અધ્યક્ષ અને સદનના સભ્યો રમેશકુમારના આ નિવેદન પર આપત્તિ જતાવવાની જગ્યાએ હસવા લાગ્યા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.