એક યુગલના એક મહિલા પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. અત્યારે અચાનક એવી ઘટના સર્જાઈ કે વરરાજાને આજે રોવાનો વારો આવ્યો છે. પરિણીત મહિલા લગ્નના લગભગ એક મહિના પછી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. મહિલા પ્રેમી સાથે જ રહે છે.
ત્યારે આજે તે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી છે અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહી છે. આ મહિલાના લગ્ન 9 ડિસેમ્બર, 2022ના રોજ ચુરુમાં રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાએ પોલીસને ફરિયાદ નોધાવતા કહ્યું કર તે આ લગ્ન માટે તૈયાર ન હતી, પરંતુ પરિવારના સભ્યોએ તેની વાત સાંભળી ન હતી.
તેને વધુમાં જણાવ્યું કે લગ્નના પાંચ વર્ષ પહેલાથી જ નજીકના એક ગામમાં રહેતા મુકેશ સાથે તેનો પ્રેમસંબંધ ચાલતો હતો. મહિલા મુકેશ સિંહ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા. અને તેના લગ્ન બીજે કરવી દીધા હતા.
અને ત્યારે મહિલા સાસરિયાના ઘરેથી 13 જાન્યુઆરીએ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બંને ભાગીને ભટિંડા ગયા અને પછી સીકર આવીને રહેવા લાગ્યા. ત્યાર બાદ પરિવારના લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
તેથી મહિલાએ પોલીસ પાસેથી રક્ષણ માંગ્યું છે. બંને ને એકબીજા સાથે જ રહેવું છે. હાલ પોલીસે ફરિયાદ નોધીને તેમના પરિવારજનોની માહિતી એકઠી કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો