અરે બાપરે / દેવામાં ડૂબેલા વેપારીએ ફેસબુક LIVE કરીને ગટગટાવ્યુ ઝેર, પતિને ઝેર ખાતા જોઈને પત્નીએ કર્યું એવુંકે જાણીને રુવાડા ઉભા થઇ જશે : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલમાં જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત જિલ્લાના (Baghpat district) બરૌતનગરમાંથી (Barautnagar) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દેવામાં ડુબેલા હોલસેલના વેપારીએ ઝેર ખાઈ લીધું હતું. આ ઘટનામાં કાસિમપુર ખેડી (Khedi) ગામમાં રહેતો રાજીવ તોમર છેલ્લા 5 વર્ષથી પત્ની પૂનમ અને બે પુત્રો વિપુલ અને રિધમ સાથે સુભાષ નગરમાં રહેતો હતો.

બાઓલી રોડ પર તેની ફૂટવેરની દુકાન છે. તે જથ્થાબંધ માલનો વેપારી પણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમનો બિજનેસ મંદીનો સામનો કરી રહ્યો હતો. ખર્ચને પહોંચી વળવા તેણે આજુબાજુની દુકાનોમાંથી લોન લેવી પડી હતી. આ વધતા જતા દેવાને કારણે રાજીવે ઝેર ખાવાની કોશિશ કરી હતી. પત્નીના સમજાવ્યા છતાં પતિએ ઝેર ખાઈ લીધું હતું. પત્નીએ પતિને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પતિએ સલ્ફાસની ગોળી ખાઈ લીધી હતી. ત્યારબાદ પત્નીએ પણ બાકીનું ઝેર ખાઈ લીધું હતું. જેનો લાઈવ વિડીયો વાઈરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર પતિ-પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેમના પરિવારજનો પતિ-પત્નીને ખુબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ICUમાં રાખવામાં આવ્યો હતો. તે જ દરમિયાન, પોલીસે કહ્યું કે, પતી પત્નીના સંબંધમાં કોઈ તણાવ નહોતો. પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ફરિયાદ મળતાં જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

આ દરમિયાન તેમની પત્ની તેમને બચાવવા માટે તેમના મોઢામાંથી ઝેર કાઢતી રહી હતી. તેઓ વીડિયોમાં પરેશાન દેખાઈ રહ્યા છે. તે કહે છે કે આ વાત વેપારીના હિતમાં નથી. મારું શરીર મરી જશે, જોકે આત્મા અહીં જ રહેશે. મારું અને મારા બાળકોનું શું થશે. એ તો ભગવાનને જ ખબર. આટલું બોલ્યા પછી તે જમીન પર પડી જાય છે.

 

ત્યારે બીજી તરફ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે બાગપતમાં એક વેપારી અને તેની પત્નીના આત્મહત્યાના પ્રયાસ અને તેની પત્નીના મૃત્યુ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે શ્રી રાજીવજી જલ્દી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *