મંત્રીનો છોકરો છે એટલે કઈ પણ કરવાનું? / મંત્રીના છોકરાએ જાહેરમાં ફાયરિંગ કર્યું અને વિડિઓ થયો વાઇરલ, જુઓ પછી છોકરાના લુલા બચાવમાં મંત્રીનું મોટું નિવેદન : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવું ગુનો ગણાય છે. ત્યારે રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગકરતો વીડિયો વાયરલ થતા લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય જનતા પર કાયદાની તવાઈ અને નેતાઓને બધુ માફ આમ ખુદ રાજ્યકક્ષાના મંત્રી જ પોતાના દીકરાને કાયદાનો પાઠ ભણવવાનું ભૂલી ગયા.

ઉલ્લેખનીય છે કે, મહુવાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી આરસી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં અમિત મકવાણાએ સિક્યુરિટી ગાર્ડની ગન લઈને હવામાં ફાયરિંગ કર્યુ હતું. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરસ થઈ જતાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

રાજ્ય કક્ષાના મંત્રી આર.સી મકવાણાના પુત્રએ જાહેરમાં ખુલ્લેઆમ પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો હતો. જે સરકારી મિલકત છે. શું નેતાઓને પોતાની સિક્યુરિટી માટે અપાયેલા હથિયારનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે. તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.

જો કે, આ મામલે મંત્રી આર.સી.મકવાણાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારા પુત્રે સિક્યુરિટી ગનથી ફાયરીગ કર્યું એવું આવે છે. આ બંધુક નથી આ માત્ર પ્લાસ્ટિકનું રમકડું છે. આ કોઈ સિક્યોરિટી ગાર્ડની બંધુક નથી. બંધુકમા રહેલા પોટાશથી અવાજ આવે. આ માત્ર 3 હજાર ની રમકડાંની બંધુક છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/mkFEB7zrIT4 )

થોડા દિવસ પહેલા પણ અંકલેશ્વરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમા કાપોદ્રા વિસ્તારના એક લોકડાયરામાં ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના, અખિલ ભારતીય સંત સમિતિ અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં હવામાં ફાયરિંગ કરતા એક યુવકનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. આ યુવકે એક નહીં પણ 3-3 ધડાકા હવામાં કર્યા હતા.વીડિયો વાયરલ થતા પોલીસે હવામાં ફાયરિંગ કરી રહેલાં યુવકનું નામ સામે આવતા ગુનો દાખલ કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.