અરરર / રસ્તા પર ચાલી જતી મહિલા અચાનક જમીનમાં સમાઈ ગઈ, વિડિઓ જોઈને તમારી આંખો પહોળી થઇ જશે : જુઓ વિડિઓ

ઇન્ડિયા

પટના માંથી એક કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક મહિલા મુખ્ય રોડ પર આવેલી એક ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મહિલા એક રિક્ષા પાછળ ફોનમાં વાતો કરતા કરતાં ચાલી રહી હતી અને આગળ એક ગટર ખુલ્લી હતી, આ દરમિયાન અચાનક જ ખુલ્લી ગટરના હોલમાં પડી ગઈ હતી.

જોકે આગળ એક રિક્ષા જતી હતી તેથી મહિલાને ખબર નહીં હોય કે આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું હશે. પરિણામે જેવી રિક્ષા ગઈ, તે ગટરના હોલમાં પડી ગઈ હતી. મહિલાના પડતાં જ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ 18 સેકન્ડમાં જ મહિલાને બહાર કાઢી હતી. જોકે પટનાના આ વીડિયોથી પ્રશાસન સામે ઘણાં સવાલ ઉભા થયા છે. અને એ પણ જાણવા મળ્યું છે કે, પટનામાં ગટરો ખુલ્લી હોવી તે સામાન્ય વાત છે.

પટનામાં ઓવરબ્રીજ પાસે મુખ્યરસ્તા પર જ એક ગટર ખુલ્લી હતી. આ દરમિયાન મહિલાના એક હાથમાં સામાન હતો અને બીજા હાથે મોબાઈલ ફોન પર વાત કરતી હતી અને આગળ એક રિક્ષા જતી હતી તેથી મહિલાને ખબર નહીં હોય કે આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું હશે તેમજ મહિલા ગટરના હોલમાં પડી તે પહેલાં વાત કરતાં કરતા આજુ બાજુ જોતી હતી. તે દરમિયાન ચાલતા ચાલતા જ તે ગટરમાં પડી ગઈ હતી.

ત્યાં હાજર લોકોએ મહિલાને ગટરમાં પડતા પણ જોઈ હતી, તેથી તેને તુરંત બચાવી લેવાઈ હતી. મહિલા ઘટનાના ઘણાં સમય સુધી આઘાતમાં રહી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઘટના પછીથી લોકોમાં પ્રશાસનની મનમાનીના કારણે ખૂબ આક્રોશ છે. આરોપ છે કે સિટી વિસ્તારમાં ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો છે.

પટનામાં ગટરો ખુલ્લી હોવી તે સામાન્ય વાત છે. જો નગર નિગમના કર્મચારીઓ આ વિશે એલર્ટ રહે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય છે. મહિલા 7થી 8 ફૂટ ઉંડા નાળામાં પડી ત્યારે લોકોની નજર તેના ઉપર પડી હોવાથી તે બચી ગઈ. આસપાસના લોકોએ તેને બહાર કાઢી અને તેનો જીવ બચી ગયો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.