ચીનીઓને વધુ એક ઝાટકો / મોદી સરકારે ચાઈનાને આપ્યો વધુ એક મોટો ઝટકો, જુઓ તમારા ફોનમાં રહેલી આ ચાઈનીઝ એપ હવે ક્યારેય નહી ખુલે…

ટોપ ન્યૂઝ વર્લ્ડ

સમાચાર એજન્સી ANIએ હાલમાં જ ટ્વિટર પર એક ટ્વિટ થકી માહિતી આપી છે કે ભારત સરકાર ટૂંક સમયમાં 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારને લાગે છે કે આ એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ એપ્સમાં AppLock અને Garena Free Fire જેવી ઘણી લોકપ્રિય એપ્સનો સમાવેશ થાય છે.

ANIએ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે. તેની પાછળનું કારણ દેશની સુરક્ષા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. સરકારનું માનવું છે કે ચીન અને ભારત વચ્ચેની તંગ પરિસ્થિતિમાં આ 54 ચીની એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

ફ્રી ફાયર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો
તમને જાણીને નવાઈ લાગશે કે મોબાઈલ ગેમ ગેરેના ફ્રી ફાયર પણ 12 ફેબ્રુઆરીથી ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર દેખાઈ રહી નથી, જેનો અર્થ એ થઈ શકે છે કે આ ગેમ પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં, સૂચિમાં નામ આપવામાં આવેલી એપ્લિકેશન્સમાં આ ગેમનું નામ દેખાતું નથી, પરંતુ આ તેને ડાઉનલોડિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનું કારણ હોઈ શકે છે.

 

પહેલાં પણ બેન કરાઈ છે 59 ચીની એપ્સ
ભારત સરકારે આ પહેલાં પણ 29 જૂન 2020ના રોજ પણ ચાઈનીઝ એપ્સ બેન કરી હતી. 29 જૂન 2020ના રોજ પહેલી ડિજિટલ સ્ટ્રાઈક કરીને 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર પછી 27 જુલાઈ 20202ના રોજ 47, 2 ડિસેમ્બર 2020ના રોજ 118 અને નવેમ્બર 2020ના રોજ 43 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આમ, 2020થી અત્યારસુધીમાં સરકારે 270થી વધારે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સૂચના પ્રૌદ્યોગિક અધિનિયમની કલમ 69 (એ) અંતર્ગત આ દરેક એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કઈ કઈ એપ પર પ્રતિબંધ મુકાયો?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite સહિત 54 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે Garena Free Fire પણ છેલ્લા બે દિવસથી Google Play Store અને Apple App Store પરથી ગાયબ છે. એનાથી અંદાજ મેળવી શકાય છે કે આ પણ પ્રતિબંધ મૂકવામાં આવેલી એપ્સની લિસ્ટમાં હોવાના કારણે ેને રિમૂવ કરવામાં આવી છે. જોકે આ વિશે હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ વિશે ના તો ગરીના ઈન્ટરનેશનલ તરફથી કે ના એપલ અથવા ગૂગલ તરફથી કોઈ માહિતી આપવામાં આવી છે.

નોંધનીય છે કે સરકારે વર્ષ 2020માં ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં PUBG Mobile, PUBG Mobile Lite અને TikTok સામેલ હતી. જોકે PUBG Mobile ભારતમાં હવે BGMIના નામથી ચાલી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *