શું તમને ખબર છે? / આ છે દુનિયાનો સૌથી શક્તિશાળી કરચલો, આ કરચલામાં એટલી તાકાત છે કે જાણીને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડીયો

અજબ ગજબ

વીડિયોમાં દેખાતો આ કરચલો કોઈ સામાન્ય પ્રાણી નથી. તેનું વજન અને શરીરનું બંધારણ સામાન્ય કરચલાઓ જેવું નથી. શું તમે આ વાત પર વિશ્વાસ કરી શકો છો કે, કરચલામાં માણસના હાડકાને તોડવાની શક્તિ હોય છે. આ કરચલો નારિયેળને ઝાડ પરથી ઉતારે છે અને તેના કાંટાથી તોડી નાખે છે. આ કરચલાને કોકોનટ ક્રેબ(Coconut Crab) કહેવાય છે.

દુનિયામાં આવા અનેક વિચિત્ર જીવો છે, પરંતુ આ પ્રાણી તમને આશ્ચર્યચકિત કરી દેશે. તે એટલું શક્તિશાળી છે કે તે માણસો પર પણ ભારે પડી શકે છે. વિડિયોમાં દેખાતો કોકોનટ ક્રેબ 4.1 કિગ્રા સુધીનું વજન ધરાવે છે, જે લંબાઈમાં 0.91 મીટર (3.0 ફૂટ) કરતાં વધુ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ કોકોનટ ક્રેબ ઝાડ પર ચઢી રહ્યો છે. તેના જાડા પંજા અને વિશાળ શરીર સાથે ઝાડ પર ચડે છે. સામાન્ય રીતે આ કરચલો માત્ર સડેલી વસ્તુઓ જ ખાય છે.

આ કરચલાં ખરી પડેલાં પાંદડાં, સડેલાં ફળો અને અન્ય કરચલાં પણ ખાય છે. આ વિશાળ કરચલો તેની બીજી વિશેષ ગુણવત્તા માટે જાણીતો છે. તેનો તીક્ષ્ણ કાંટો, જે ખૂબ જ શક્તિશાળી હોય છે. આ કાંટાની મદદથી, આ કરચલો 3,300 ન્યૂટન ફોર્સ એટલે કે લગભગ 742 lb ફોર્સ લાગુ કરવામાં સક્ષમ છે. આ સાથે, તે નારિયેળના મજબૂત છીપને તોડવામાં પણ સક્ષમ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કોકોનટ ક્રેબ વિશ્વનો સૌથી મોટો જમીન આધારિત આર્થ્રોપોડ છે. તેની સૂંઘવાની ક્ષમતા પણ અદ્ભુત છે. તે ઘણીવાર રાત્રિ દરમિયાન શિકાર કરે છે. લોકો આ વજનદાર કરચલાના વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયોને 44 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.