લાયા બાપુ લાયા હો / માં-દીકરીએ મળીને સુરતીઓને ઉલટા વડાપાઉંનો એવો ચસ્કો લગાડ્યો કે જાણીને તમે પણ દોડીને આવશો, જાણો સ્ટાર્ટઅપ બન્યું ચર્ચાનું કેન્દ્ર

ટોપ ન્યૂઝ સુરત

આમ તો વડાપાઉં નામ સાંભળીને ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય ઉલ્ટા વડાપાઉંનું નામ સાંભળ્યું છે? હાલ આ શબ્દ સુરતીઓના કાનોમાં ગુંજી રહ્યો છે. સુરતની મા-દીકરીએ સુરતીઓેને ઉલટા વડાપાંઉનો ચસ્કો લગાવ્યો છે. ઇંગ્લિશ લિટરેચરમાં બીએ કરનારી 21 વર્ષીય ભવ્ય ઉમરીગર અને તેની માતા મીનાબેન સુરતીઓને ઉલટા વડાપાંઉ બનાવીને ખવડાવે છે.

માં-દીકરીનુ આ અનોખુ સ્ટાર્ટઅપ સુરતમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. તેમના દ્વારા બનાવાતા ઉલ્ટા વડાપાવ એટલી હદે ચટાકેદાર છે કે તેમના ઠેલા પર ઉલ્ટા વડાપાઉં ખાવા માટે લાંબી લાઈનો લાગે છે. સુરતના પાલ આરટીઓ રોડ પર જાઓ ત્યારે એક ફૂટપાથ પર એક માતા અને દીકરી વડા પાવ વેંચતા દેખાય છે. આ વડાપાવ પણ જેવા તેવા નહિ, પરંતુ ઉલ્ટા વડાપાંવ હોય છે.

જી હાં આ વડાપાંવની ખાસિયત જ એ છે કે આ સાદા વડાપાંવ નહીં પરંતુ ઉલ્ટા વડા પાંવ છે. બીજી અગત્યની વાત એ છે કે, એક યુવા દીકરી, જે અંગ્રેજીમાં લિટરેચર ભણી છે, તેને સારી નોકરી છોડીને પોતાની માતા સાથે ઉલ્ટા વડાપાંવ વેચવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. પાલ આરટીઓ ઉપર સાંજના સમયે આ ઉલટા વડાપાવની લારી પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે.

તેનું મુખ્ય કારણ એ છે કે ઉલ્ટા વડાપાઉં. આ ઉલ્ટા વડાપાંવ થોડાક સમયમાં સમગ્ર સુરતમાં ફેમસ થઈ ગયા છે. ભવ્ય ઉમરીગર આ વિશે જણાવે છે કે, મેં અંગ્રેજી લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં હું એચઆર રેકયુટર તરીકે નોકરી કરતી હતી. કોરોના બાદ મેં નોકરી છોડીને બિઝનેસ કરવાની શરૂઆત કરી.

આ બિઝનેસ એક નાની લારીથી શરૂ કરવાનો આઈડિયા ભવ્યને આવ્યો. બિઝનેસ શરૂ કર્યા બાદ તેણે અનેક ઘણા ઉતાર-ચઢાવ જોયા, છતાં પણ તેણે હિંમત હાર્યા વગર પોતાના પરિવારના સપોર્ટથી આ વડાપાવની લારીની શરૂઆત કરી હતી.

ભવ્યના પિતા પણ એન્જિનિયર છે અને ભાઈ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે. આમ તો લોકોને વડાપાઉં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ લોકોને કંઈક નવું આપવા માટેનો આઈડિયા ભવ્યનો હતો. આ માટે તેણે ઉલટા વડાપાઉ બનાવ્યા. ઉલ્ટા વડા પાઉંમાં ખાસ ચટણી વાપરવામાં આવે છે અને તેની અંદર ચીઝ મૂકવામાં આવે છે અને ત્યારબાદ ચણાના લોટમાં નાખી તળવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.