સંસ્કારી નગરીમાં શર્મસાર ઘટના / વડોદરામાં સાસુએ દીકરીને કહ્યું જમાઈ સાથે જો તને મજા ન આવતી હોઈ તો હું તેની સાથે એકવાર…જુઓ આવું કહીને સાસુએ જે કર્યું એ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા શહેરના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સાસુની જમાઈએ માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. વયોવૃદ્ધ સસરા સામે સાસુની હત્યા કરીને જમાઈ પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મૂકનારા આ બનાવની હકીકત એવી છે કે એ -8, કલ્યાણબાગ સોસાયટીમાં 76 વર્ષીય સવિતાબેન પટેલ અને તેમના પતિ અને પુત્ર સાથે રહે છે. સવારે લગભગ 11 થી 11.30 વાગ્યાના સુમારે વૃદ્ધ પટેલ દંપતીનો જમાઈ વિશાલ અમીન આવી પહોંચ્યો હતો. અને વયોવૃદ્ધ સસરાની સામે સાસુ સવિતાબેન પટેલનાના માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમાઈ પત્નીની હત્યા કરી રહ્યો હોવા છતાં લાચાર પતિ પત્નીને બચાવી શક્યા ન હતા.

સાસુને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો જમાઈ વિશાલ અમીન સીધો મકરપુરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને પોલીસને જણાવ્યું કે હું મારા સાસુની હત્યા કરીને આવ્યો છું. મકરપુરા પોલીસે હત્યારાનો કબજો લઇ સ્થળ પર તપાસ કરવા જતા આ હત્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી હત્યાના આરોપીને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો. દરમિયાન માંજલપુર પોલીસે હત્યારાની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

આ બનાવ અંગે એ.સી.પી. એસ. બી. કુમાવતે જણાવ્યું હતું કે મોતને ઘાટ ઉતારાયેલા સવિતાબેન પટેલ અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ હતો. જેના કારણે જમાઈને પોતાની સાસુ પર રોષ હતો. આજે સાસુ-સસરા ઘરમાં એકલા હોઇ, જમાઈ વિશાલ ઘર પર પહોંચી ગયો હતો અને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.મોતને ઘાટ ઉતારી દેવાયેલ સાસુ સવિતાબેન પટેલ નો પુત્ર ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની પોલીસ ધ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુને જમાઈ અને દીકરી સાથે પણ બનાવ શરૂ થયો હતો. જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપતા જમાઈ રોષે ભરાયો હતો. જો કે સવિતા બહેને પોતાની દિકરીને વાત પણ કરી હતી કે જમાઈ સાથે ન ફાવતું હોય તો હું તેમની સાથે વાત કરૂ. જો કે કોઇ વાત થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો કરૂણ અંજામ આવ્યો હતો. હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હત્યારા વિશાલ અમીન સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.