સબંધે મર્યાદા વટાવી / ગુજરાતમાં એક સંતાનની માતાને 15 વર્ષના કિશોર સાથે થયો પ્રેમ, જુઓ પછી પ્રેમી પંખીડાએ ભાગીને કર્યું એવું કે….

ટોપ ન્યૂઝ ગુજરાત

સંબંધો હવે મર્યાદા વટાવી રહ્યાં છે. કોણ નાનુ અને કોણ મોટુ તેનો ભેદ ભૂલાઈ રહ્યો છે. આવા વિચિત્ર કિસ્સા બની રહ્યા છે. પરંતુ મહેસાણાનો એક કિસ્સો ચર્ચાના ચોરે ચઢ્યો છે. 23 વર્ષીય એક પરિણીતા 15 વર્ષના કિશોરને લઈને ભાગી ગઈ છે. પરિણીતા એક સંતાનની માતા હતી. ભાગેલા પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે.

આ કિસ્સો મહેસાણાના શહેરનો છે. શહેરનો 15 વર્ષીય કિશોર તાજેતરમાં 25 જાન્યુઆરીએ તેના જન્મદિવસે જ ગુમ થયો હતો. જેથી તેના માતાપિતાએ તેના ગુમ થવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસ કરતા કિશોર પ્રેમમાં પડીને ભાગી ગયો હોવાનુ સામે આવ્યુ હતું.

15 વર્ષીય કિશોર પોતાની સાથે બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને ભાગ્યો હતો. જેથી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે તેના મોબાઈલ લોકેશનની તપાસ કરી હતી. આ લોકેશન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢના ગેસ્ટ હાઉસમાં મળ્યુ હતું. પોલીસે એક ટીમ તાપી મોકલી હતી. જ્યા કિશોર ગેસ્ટ હાઉસમાઁ એક મહિલા સાથે મળ્યો હતો.

પોલીસે બંનેની તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામ આવી હતી. 23 વર્ષીય મહિલા 15 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગઈ હતી. 25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. એટલુ જ નહિ, કિશોરના પિતાએ દીકરાના મોબાઈલ પર ફોન કરતા મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને બંને જણા ભાગી ગયા હોવાનુ જણાવ્યુ હતું. જે જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મહિલાના પ્રેમમાં પાગલ થયેલા કિશોરે ઘરેથી સોનાનો દોરો લેવા માટે ખોટુ કહ્યુ હતું. તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને લઈને નીકળી ગયો હતો. એટલુ જ નહિ, સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં વડોદરાની એક દુકાન પર એક માસ માટે ગિરવે મૂક્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.