ચોંકાવનારો ખુલાસો / ગુજરાતી પ્રખાત સિંગારનું રહસ્યમય સંજોગોમાં મોત, નદી કિનારે કારની અંદરથી મળ્યો મૃતદેહ, જુઓ હાલત જોઈને તમે ડરી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

વલસાડની પ્રખ્યાત સિંગરની પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં લાશ મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગાયિકા વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પારડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસે હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડીની પાર નદી પાસે આવેલી અવારું જગ્યાએથી કલાકાર વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. જેથી વલસાડની પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. આજે સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની પારડી પાર નદી પાસે કારમાં લાશ મળ્યા બાદ પોલીસે સંઘન તપાસ હાથ ધરી છે. પોલીસે વલસાડથી પારડી સુધીના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને તપાસ શરૂ કરી છે. હાલ અલગ અલગ 8 ટીમો બનાવી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની પારડીની પાર નદી પાસે લાશ મળી હતી. સ્થાનિક લોકોએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસે વૈશાલી બલસારાની લાશનો કબ્જો મેળવી FSL, ડોગ સ્ક્વોડ સહિતની ટીમની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગલા દિવસે વૈશાલી એક મહિલા પાસે રૂપિયા લેવાના છે તેમ જણાવી ઘરેથી નીકળી હતી.

જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી. હિતેશ બેન્ડમાં ગીતાર આર્ટિસ છે. હિતેશે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારાના પહેલા લગ્નની એક દીકરી અને વૈશાલી સાથે લગ્ન જીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો.

હિતેશ બલસારા તેની પત્ની વૈશાલી 2 દીકરીઓ અને તેના માતા પિતા સાથે રહેતો હતો. વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા. પારડી પોલીસે અલગ અલગ 8 જેટલી ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજ તેમજ વૈશાલીના અને હિતેશના મિત્રોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.