અરે બાપરે / અહીંયા ધમધમી રહ્યું હતું બે નંબરી કોલસેન્ટર, જુઓ થયું એવું કે બોગસ કોલસેન્ટરનો થયો પર્દાફાશ, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

ટોપ ન્યૂઝ અમદાવાદ

આપણા રાજ્યમાં આજકાલ બોગસ કોલસેન્ટરનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. અનેક જગ્યાએ બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ થયા પછી પણ હજુ અમદાવાદ સાયબર ક્રાઈમ અનેક કોલસેન્ટર ઝડપી રહી છે. ત્યારે અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતા વધુ એક કોલસેન્ટરનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.

પોતાના ઘરમા એકલા હાથે કોલ સેન્ટર ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. પોલીસે 19 લાખ રોકડા સહિત બે લેપટોપ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગુનાનો અન્ય એક આરોપી ફરાર છે જે માહિતી પુરી પાડતો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ કાર્તીગેયન ગૌવતમ પીલ્લઈ છે. જે ન્યુ મણીનગરના કર્ણાવતી રીવે નામના ફ્લેટમાં રહી ગેરકાયદે કોલસેન્ટર ચલાવતો હતો. કાર્તીગેયન છેલ્લા 9 મહિનાથી અમેરિકન નાગરીકો સાથે છેતરપિંડી કરતો હતો. જે અંગે સાયબર ક્રાઈમને માહિતી મળતા તપાસ કરવામાં આવી.

આરોપી ટેક્ટનાઉ નામની એપ્લિકેશન થકી લેન્ડિંગ ક્બલ નાનામે લોન આપવાના બહાને છેતરપીંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે 19 લાખ રોકડા સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ દરમ્યાન સામે આવ્યુ કે તે પે ડે ના નામે લોન આપવાના બહાને ગીફ્ટ કાર્ડ, ક્યુઆર કોડ અને બિટકોઈન મારફતે નાણાં મેળવી છેતરપિંડી કરતો હતો.

આરોપી છેતરપિંડીના રૂપિયા આંગડીયા પેઢી કે પછી ચાઈનાથી હવાલા રૂપે મેળવતો હતો. સાથે જ આરોપી પાસેથી મોટી માત્રા મા લીડ એટલે કે માહિતી મળી આવી છે. જે જોતા આ આરોપી એ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ માની રહી છે.

કોલસેન્ટર ચલાવનાર આરોપીના મોબાઈલની તપાસ કરતા અન્ય આરોપીના માત્ર વર્ચુયલ નંબર મળ્યા છે. જેથી આરોપી પાસે લીડ ક્યાંથી આવતી અને કોણ લાવતુ હતુ સાથે જ આરોપી ની સાથે કોલસેન્ટરના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.