શહેરમાં લુંટના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના રાંદેર(Rander) વિસ્તારમાં વૃદ્ધ પાસેથી પૈસા ભરેલી બેગની લુંટ(Cash robbery) થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સીસીટીવી(CCTV)ના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં લુંટની ઘટનામાં દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં લુંટ, હુમલો કે પછી હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.
શહેરના રાંદેર વિસ્તારમાં જઈ રહેલા વૃદ્ધના હાથમાંથી બાઈક પર આવેલા બે ઈસમો બેગ લઈને ફરાર થઇ ગયા હતા. આ લુંટારુઓ 1 લાખ 40 હજાર રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, આ ઈસમો વૃદ્ધ વ્યક્તિને લુંટ દરમિયાન નીચે પાડી દે છે. હાલમાં તો રાંદેર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
રાંદેરમાં એક વૃદ્ધ પાસેથી બેગ ની ચોરી – 1 લાખ 40 હજાર રોકડ ની કરી લૂંટ #trishulnews #topnewstoday #dailynews #newsupdate pic.twitter.com/H3xUL0KgYr
— Trishul News (@TrishulNews) January 31, 2022
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક લુંટ કે હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક લુંટનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!