આ ગાય માટે ચાર લોકો રહે છે સતત ખડે પગે અને ગાય રહે છે એક કરોડના બંગલામાં, જાણો કેમ છે વિશેષ આ ગાય…

ધર્મ

જો તમે કોઈ વ્યક્તિને કરોડો રૂપિયાના બંગલામાં રહેતા જુઓ અને નોકર આગળ પાછળ ફરતા હોય તેવું જોવામાં આવે તો કહેવાનું મન થાય કે શું નસીબ લઈને આ વ્યક્તિ આવ્યો છે.. તેવામાં આજે તમને એક એવી ગાય વિશે જે આવું ભવ્ય જીવન જીવી રહી છે. રાજસ્થાનના રાણીવાડમાં એક ગાય વૈભવી જીવન જીવી રહી છે.

આ ગાયની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગાયનું નામ રાધા છે અને તે એક કરોડ રૂપિયાના બંગલામાં રહે છે તેના માટે રોજ દેશી ઘી ના લાડુ બને છે. તેની સેવાચાકરી માટે ચાર લોકો 24 કલાક ખડે પગે રહે છે. રાધા નામની આ ગાય બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિતની છે.

તે મુંબઈમાં રહીને પોતાનો બિઝનેસ કરે છે અને તેના બંગલામાં તેની ગાયને વૈભવી જીવન થી રાખે છે. થોડા સમય પહેલાં નરેન્દ્ર પુરોહિત એક ગૌશાળામાં ગયા હતા. તેમણે આ ગાય ક્યાં જોઈ અને તેને જોઈને ઈચ્છા થઈ ગઈ કે આ ગાયને તે પોતાના ઘરે લઈ જશે.

તેઓ ગાયને ઘરે લાવ્યા અને ત્યારથી તેના જીવનમાં પણ સમૃદ્ધિ અને ખુશીઓ વધવા લાગી. ગાય તેમના ઘરે આવે ત્યારથી તેમનો બિઝનેસ પણ વધવા લાગ્યો. રાધા ના આશીર્વાદથી તેમ તેઓ દિવસને દિવસે પ્રગતિ કરવા લાગ્યા અને આગળ વધવા લાગ્યા તેથી તેમને ગાયની સેવા કરવા માટે ચાર લોકોને રાખ્યા અને તેના ઘરમાં રોજ સવાર સાંજ ગાયની પૂજા થવા લાગી.

એક કરોડ રૂપિયાના બંગલામાં ગાય આખો દિવસ ફરતી રહે છે તેને ક્યારેય બાંધવામાં આવતી નથી. ગાયને તાજા ઘી માંથી બનાવેલી વસ્તુ ખવડાવવામાં આવે છે. ગાયની સેવા ચકરી માટે ચાર લોકો સતત ખડે પગે રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *