બુચમાંરુ ઝડપાયો / સુરતમાં કરોડોનું ઉઠમણું કરનાર ગોવાથી ઝડપાયો, જુઓ ગામના બુચ મારી ગોવામાં કરતો હતો એવું કે જાણીને તમે લાલપીળા થઇ જશો

ટોપ ન્યૂઝ સુરત

સલામત ગણાતું સુરત હવે ક્રાઈમ સીટી બનતું જાય છે. અહી દિવસેને દિવસે હત્યા, લુટ-ફાટ, ઠગાઈ વગેરેના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સારોલીગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો.

ગ્રે-કાપડનો માલ લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને ચૂનો ચોપડ્યો હોવાનું ફરિયાદ બાદ પંકજને ગોલાના કસિનોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ વેપારી ફ્લાઈટ મારફતે ગોવા જઈ કસિનોમાં જુગાર રમતો હતો. તેને જુગાર રમવાની આદત હતી.

મળતી માહિતી અનુસાર, અહી એક કાપડનો વેપારી 3.92 કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો. વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડથી વધુનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને કરોડોનો ચૂનો લગાડ્યો હતો. ત્યારબાદ કાપડ દલાલ સાથે ફરાર થયો હતો. આ અંગે વેપારી કૌશલ રાઠીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી.

જેના આધારે પોલીસે કાપડ વેપારી પંકજ રમેશચંદ્ર સચદેવા અને કાપડ દલાલ સરીન અરવિંદલાલ ચેવલી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ વેપારીએ કરોડોના ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો.

તેમજ ગૌતમ શેઠ પાસેથી 1 કરોડ, રંજનીકાંત લાલવાળા પાસેથી 9.94 લાખ, કેતન સનરાઈ પાસેથી 1.13 કરોડ, આકાશ શાહ પાસેથી 8.46 લાખ, મિતુલ મહેતા પાસેથી 15.11 લાખ અને નીતીન નવાબ પાસેથી 6.29 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ટોટલ સાત વેપારીઓની પાસેથી ગ્રે-કાપડનો રૂ. 3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો અને ગોવા જઈ કસિનોમાં જુગાર રમતો હતો. આરોપીને જુગાર રમવાની આદત હોવાથી તે ગોવાના ડેલટીન કસિનોમાં વીઆઈપી મેમ્બર છે.

જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઈટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો. ગોવામાં ચાર-પાંચ દિવસ રોકાઈની જુગાર રમતો હતો. છેતરપિંડીના રૂપિયા જુગારમાં હારી ગયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ દરેક વાત પંકજે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવી હતી. હાલ પણ આરોપીની ધરપકડ કસિનોમાંથી જ કરવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.