પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈનને તેની ત્રીજી પત્ની સાથેનો પ્રાઈવેટ બેડરુમ વીડિયો અપલોડ કરતા લોકો ભડક્યાં છે.
પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈન ચર્ચામાં છે પરંતુ હવે તે પોતાની ત્રીજી પત્ની સાથે રોમેન્ટિક વીડિયોને લઈને ચર્ચામાં છે. આમિર લિયાકતની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહ તેનાથી 31 વર્ષ નાની છે.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ખાનગી વિડિઓ અપલોડ
દાનિયા અને આમિર લિયાકત બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાનગી વિડિઓઝ અપલોડ કરી હતી. ઇસ્લામિક સ્ટેટમાં ખુલ્લેઆમ શેર કરવામાં આવી રહેલા આવા વીડિયો પર પાકિસ્તાની જનતા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે.
દાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં આમિર લિયાકત અને દાનિયા એકબીજાના બાહુપાશમાં છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાની જનતાને ગુસ્સો છે કે ખુદ રાજનેતાઓ આ રીતે ખાનગી વીડિયો કેમ શેર કરી રહ્યા છે.
View this post on Instagram
લગ્નને લઈને ચર્ચામાં છે પાકિસ્તાની સાંસદ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સાંસદો હંમેશા પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. તેમના મતે ઈસ્લામમાં 17 લગ્નોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તેમની પત્નીઓને તેની સાથે કોઈ સમસ્યા નથી, તો પછી લોકોને તેનાથી મુશ્કેલી કેમ થઈ રહી છે? તાજેતરમાં આમિર લિયાકતની બીજી પત્નીએ છૂટાછેડા લીધા ત્યારે એ જ દિવસે એણે દાનિયા શાહ સાથે ત્રીજા લગ્ન કરવાની જાહેરાત કરી હતી.
View this post on Instagram
આ વીડિયો જાહેર થયા બાદ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે રાજનેતાનું જીવન જાહેર હોય છે તેઓ તેમનો પ્રાઈવેટ વીડિયો કેવી રીતે શેર કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!