ગુજરાત બન્યું ‘મિર્જાપુર’ / પુરપાટ ઝડપે સ્કોર્પિઓએ યુવાનોનો પીછો કર્યો પછી અકસ્માત સર્જીને મારી નાખ્યા, જુઓ પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ : જુઓ અકસ્માતના CCTV ફૂટેજ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગત 14મી માર્ચની રાતે માતરના સોખડા ગામની સીમમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઇક ઘૂસી જવાની ઘટનામાં અમદાવાદના ચાર યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. ઘટના સંદર્ભે માતર પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવકોના બાઈકનો પીછો કરતી આવતી એક સ્કોર્પિયો કારે ઇરાદાપૂર્વક ટક્કર મારી હોવાની શક્યતાઓના પગલે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેના સંદર્ભે પોલીસે સ્કોર્પિયોમાં સવાર ત્રણ લોકોને દબોચી લઇ રીમાન્ડ મેળવ્યા હતા.

દરમિયાન આ દિશામાં પુછપરછ કરતાં તથા મૃતકોના મિત્રોની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો ઘટસ્ફોટ થયો છે. જેમાં આ મૃતકો તથા તેની સાથે આવેલા મિત્રો અને પકડાયેલા આરોપીઓ ધર્મેશ ઉર્ફે કાળુ તળપદા અને વિજય ઉર્ફે દીપો અરવિંદ તળપદા વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે અદાવત હતી.

આથી આ અંગે ઘર્ષણ થતા આ પ્રેમ પ્રકરણની અદાવત રાખી ટક્કર મારી હોવાની પણ શક્યતાઓ જણાઈ આવી હતી. સાથે સાથે આ બનાવમાં એક સગીરની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત 14મી માર્ચની રાત્રીના સુમારે વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 માતરના સોખડા ગામની સીમમાં વેસ્ટર્ન હોટલની સામે બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાયકલ નં. GJ-27-N-2102ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વેસ્ટર્ન હોટેલમાં પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘુસી જતા બાઈક સવાર જીતેશભાઇ રમેશભાઇ નૌગીયા, હરીશભાઇ દિનેશભાઇ રાણા, નરેશભાઇ વિજયભાઇ વણઝારા, સુંદરમભાઇ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવ (તમામ રહે અમદાવાદ)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. માતર પોલીસે આ અંગે ઇ.પી.કો કલમ 279, 304 મુજબ ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના સંદર્ભે નડિયાદ ડિવિઝનના DYSP વી.આર. બાજપાઈએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ કોઈ વાહન આ મોટરસાયકલનો પીછો કરતો હોવાની વાત ધ્યાને આવતાં આ દિશામાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન નડિયાદ મીલ રોડ, સરદાર ભવન, ડભાણ ચોકડી અને આગળ રધવાણજ ટોલ ટેક્ષ તરફના સીસીટીવી ચેક કરતા ઉપરોક્ત અકસ્માતગ્રસ્ત મોટરસાયકલની પાછળ એક કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર (GJ 01 RS 9847) પુરપાટ ઝડપે પીછો કરતી હોવાનું જણાઈ આવ્યું હતું.

વધુમાં એફ.એસ.એલ તથા મોબાઈલ યુનિટ દ્વારા જે-તે સમયે સ્થળ તપાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જીતેશ રમેશભાઇ નૌગીયા અને નરેશ વણઝારાની અગાઉ એસ.ઓ.જી પોલીસ દ્વારા જાહેરનામા ભંગના ગુના અન્વયે ધરપકડ કરવામાં આવી હતી. જેમને મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/20/21-nadiad-sokhda-cctv-sahil_1647786386/mp4/v360.mp4 )

આ બંન્ને લોકો હોટલમાં ડુપ્લીકેટ આધાર કાર્ડ સાથે રહેતા હતા અને તેમની પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. અકસ્માતના સ્થળ ઉપરથી પણ ઘાતક હથિયારો મળી આવ્યા હતા. વધુમાં આ બનાવમાં અન્ય ઈસમો પણ સંકળાયેલા હોવાની શક્યતા રહેલી હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ આદરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.