ખાખી પર દાગ / રંગીલા રાજકોટમાં ખુદ પોલિસ કમિશનર જ ફૂટલાં છે, ભાજપના જ ધારાસભ્યએ આટલા કરોડની ઠગાઇનો લગાવ્યો આરોપ

ટોપ ન્યૂઝ રાજકોટ

‘ગૃહમંત્રીજી, રાજકોટના CP મનોજ અગ્રવાલ 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા’, BJPના MLA ગોવિંદ પટેલનો પત્ર

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્‍સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્‍સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.

અગાઉ પણ મેં આવી અનેક ફરિયાદો પાર્ટીને કરેલી જઃ ગોવિંદ પટેલ
આ અંગે ગોવિંદ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, દોષિતોને કડક સજા થવી જોઈએ, આ સમગ્ર મુદ્દે ગૃહમંત્રી નિર્ણય લેશે. અગાઉ પણ મેં આવી અનેક ફરિયાદો પાર્ટીને કરેલી જ છે. જવાબદાર વ્યક્તિ આવું કરે તો કડક સજા થવી જોઈએ. ક્યાં આધારે તપાસ કરશે કે નહીં કરે તે હવે ગૃહમંત્રીનો વિષય છે. જવાબદાર વ્યક્તિએ આવું કરવું ન જોઈએ એવું હું માનું છું. કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. હું એવું માનું છું કે, દોષિત સામે પગલાં લેવા જ જોઈએ.

15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખિયાએ કર્યો હતો
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્‍સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્‍સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્‍સો માગ્યો હતો.

તો આ સમગ્ર મામલે ફરિયાદી અને ફરિયાદીના ભાઈએ કહ્યું કે, પોલીસ જ અમારી સાથે ડીલ કરતી હતી અને પોલીસે પહેલા અમારી પાસે 30 ટકા માગ્યા હતા, CP અને ગઢવીએ સાખરા નામના વચેટિયાને રાખ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું, ફરિયાદીનો એવો પણ આક્ષેપ છે કે, CP ઓફિસે જઇને 50 લાખ રૂપિયા આપ્યા હતા.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદ પટેલનો ગંભીર આરોપ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ એક્શન લીધા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે ગાંધીનગરમા આ મામલે બેઠક કરશે. તેમણે કહ્યુ કે, ગોવિંદ પટેલની ફરિયાદ નવી નથી તે ભૂતકાળની સરકારથી ચાલી આવે છે. ધારાસભ્ય ગોવિંદભાઈએ અગાઉ પણ મને આ અંગેની ફરિયાદ કરી હતી જેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય પગલા ભરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.