દારૂની તસ્કરી કરતા બુટલેગરો ગેરકાયદેસર દારૂની તસ્કરીના નતનવા આશ્ચર્યજનક કીમિયા શોધી કાઢે છે. કેટલાક લોકો કારના દરવાજામાં સંતાડીને દારૂ લઈ જાય છે, તો ક્યારેક હેન્ડપંપમાંથી જ દારૂ નીકળવા લાગે છે. હવે આ દારૂની તસ્કરી સંબંધિત વધુ એક વીડિયો સામે આવ્યો છે. ( વાઇરલ વિડિઓ નીચે આપેલો છે )
જેમાં બુટલેગરોએ ભગવાનના મંદિરને પણ નહોતું મુક્યું. આ વિડિયોમાં પોલીસની ટીમ ગેરકાયદેસર દારૂ માટે એક ઘરમાં દરોડા પાડી રહી છે અને આ દરમિયાન તેમને ઘર મંદિરમાં દારૂની બોટલો મળી આવી હતી. મહારાષ્ટ્રના વર્ધામાં એક ઘરમાં ગેરકાયદેસર દારૂની શોધ કરવા પહોંચેલી પોલીસ ત્યારે ચોંકી ગઈ, જ્યારે તેણે જોયું કે ઘર મંદિરની નીચે ડ્રોઅરમાં ઘણી બધી દારૂની બોટલો છૂપાયેલી છે.
અહીં એક મહિલા ગેરકાયદેસર દારૂ વેચતી હતી. પોલીસના દરોડાથી બચવા તે મંદિરમાં બોટલો સંતાડી દેતી હતી. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસે તેના ઘરે પહોંચીને દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસને દારૂની ઘણી બોટલો મળી આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (વિડિઓ નીચે આપેલો છે )
પહેલા તમે જુઓ આ વાયરલ વિડીયો… મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે એક મહિલા મંદિરમાં દારૂની બોટલો છુપાવતી હતી જેથી પોલીસે દરોડા પાડે તો તેને કંઈ ન મળે. પોલીસે દરોડામાં મળી આવેલી બોટલો કબજે કરી છે અને હવે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
शराब तस्कर महिला ने भगवान को भी नही छोड़ा..
पुलिस से बचने के लिए शराब की बोतले, मंदिर के नीचे बने बक्से में छुपा कर रखा था.
महाराष्ट्र के वर्धा की घटना.
वर्धा में शराबबंदी है. pic.twitter.com/OF5pWsVtM3
— Vivek Gupta (@imvivekgupta) December 13, 2022
પોલીસને શંકા છે કે આવા ઘણા લોકો વિચિત્ર કીમીયાઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દારૂની હેરાફેરીના ધંધામાં સંકળાયેલા છે. આ પહેલા પણ દારૂની અનોખી દાણચોરીના અનેક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને જણાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!