કાયદો કોના બાપનો / પોલીસે કરી કાયદાની ઐસીતૈસી, નાઈટ કર્ફયુમાં કર્યું કઈક એવું કે વીડિયો થયો વાયરલ

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત પોલીસે રાત્રી કર્ફયુના સમયે જન્મદિવસની ઉજવણી કરી, જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે

  • સુરત પોલીસે રાત્રી કર્ફયુંમા મનાવ્યો જન્મદિવસ 
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો 
  • પોલીસેજ ઉડાવ્યા કાયદાના ધજાગરા 

સમાજમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકો પોલીસ પર ભરોસો રાખે છે. પરંતુ સુરત શહેરમાતો પોલીસેજ કાયદાની ઐસીતૈસી કરી છે. સુરત શહેરમાં રાત્રી કર્ફયુના સમયે પોલીસે જે હરકત કરી છે તેના કારણે પોલીસબેડમાં ખડભળાટ મચી ગયો છે. સાથેજ પોલીસની હરકતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાત્રી કર્ફયુમાં જન્મદિવસ મનાવ્યો

સુરતમાં પોલીસ કર્મચારીએજ જન્મદિવસનો વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો છે. જોકે પોલીસે તેનો જન્મ દિવસ રાત્રી કર્ફયુંના સમયે મનાવ્યો છે. જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ મામલે સુરત પોલીસ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી.

લોકોમાં રોષનો માહોલ 

રાત્રી કર્ફયુંમાં જન્મદિવસની પાર્ટીની ઉજવણીને લઈને લોકોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. કારણકે પોલીસનું કામ છે કર્ફયુંમાં લોકોને કાયદાનું પાલન કરાવાનું, પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તેમા પોલીસજ પોતે કાયદાના ધજાગરા ઉડાવતી જોવા મળી રહી છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

કાયદા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ 

જે પોલીસકર્મી વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તે પોલીસકર્મી કામરેજ પોલીસ મથકનો હોવાનું સામે આવ્યું છે. સાથેજ તે પોલીસ કર્મચારીની જોડે તેના મિત્રો પણ નજરે પડી રહ્યા છે. જે તેની સાથે તેનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સુરતમાં કાયદા અને વ્યવસ્થા સામે ઘણા સવાલો ઉભા થયા છે.

પોલીસે હજુ નથી આપ્યો કોઈ જવાબ 

ઉલ્લેખનીય છે કે જે વીડિયો વાયરલ થયો છે. તે મમાલે સુરત પોલીસ દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં નતી આવ્યો. પરંતુ લોકોની માગ છે કે જવાબદાર પોલીસકર્મી સામે કાયદેસરના પગલા લેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.