ગુજરાતમાં પણ હરિયાણાવાળી / પોલીસકર્મીએ ટ્રેલરને રોકવા આડી ગાડી નાખી તો ટ્રકચાલકે માથે ફેરવી દીધી, જુઓ પછી પોલીસકર્મીની હાલત જોઈને તમે ચોંકી ઉઠશો

ગુજરાત ટોપ ન્યૂઝ

હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીએ ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરી એને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી.

આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસબેડામાં ગમગીની વ્યાપી છે. પરિવારના કલ્પાંતે ગામમાં પણ શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે. બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી.

કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

આ અંગે આણંદ ડીએસપી અજિત રાજ્યાણે જણાવ્યું હતું કે પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ગુનેગારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્ત્વનું છે કે કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *