ભાવનગરમાં મહિલા પોલીસના ભાઈએ લગ્નની લાલચ આપી વકીલ સાથે જ કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ભાવનગર

શહેરમાં વકિલાતનો વ્યવસાય કરતી એક યુવતી પર મહિલા પોલીસના ભાઈએ લગ્ન કરવાનું વચન આપી દુષ્કર્મ આચર્યું છે. ભાવનગર શહેરમાં રહેતી અને વકિલાતનો વ્યવસાય કરતી એક યુવતીને તરૂણ મહેન્દ્રભાઈ પરમાર (રહે. નવાપરા પોલીસલાઈન, ભાવનગર)એ લગ્ન કરવાનું વચન આપી

ગત તા. 25/02/2020 થી તા. 17/05/2022 વચ્ચેના સમયગાળા દરમિયાન બળજબરીથી અવારનવાર શારિરીક સંબંધ બાંધ્યો હતો. યુવતીએ જ્યારે લગ્નની વાત કરી તો તેની સાથે ઝઘડો અને બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે યુવતીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ઉક્ત તરૂણ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે યુવકની બહેન પોલીસ વિભાગમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસના ભાઈએ વકિલ પર દુષ્કર્મ આચર્યાંના બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.