જુઓ આ છે સોનાની ટેક્સી, કિંમત છે કરોડો રૂપિયા પરંતુ જો તમારે બેસવું હોઈ તો માત્ર આટલા રૂપિયા ચૂકવીને બેસી શકશો

અજબ ગજબ

જો તમારે ક્યાંય જવાનું થાય તો સામાન્ય રીતે ટેક્સી બૂક કરવાનું પસંદ કરો છો કારણ કે તેમાં આરામની સાથે સમયની બચત થયા છે. પરંતુ તમને પૂછવામાં આવે કે ક્યારેય સોનાની ટેક્સીની સવારી કરી છે તો તમારો જવાબ શું હશે ?

નિશ્ચિતરૂપથી તમારો જવાબ હશે સોનાની ટેક્સમાં કોણ મુસાફરી કરે છે? અને જેની પણ આ ટેક્સી હશે એ તો કરોડપતિ હશે ને. પરંતુ એવું નથી. કેરળમાં એક લક્ઝરી રોલ્સ રોયસ ટેક્સીમાં તમે મુસાફરી કરી શકો છો. એ અલગ વાત છે કે તેના માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડશે.

આપણા દેશમાં રોલ્સ રોય્સને અમીરોની સવારી અને ગરીબોનું સપનું માનવામાં આવે છે. કેરળમાં એક જૂની પેઢીની રોલ્સ રોયસ ફેન્ટમને ટેક્સી નંબરની સાથે જોવામાં આવી, જેને એક ટ્રક પર લઇ જવામાં આવી રહી હતી. આ કારની બોડી પીળા રંગમાં એકદમ સોનાની જેમ ચમકી રહી હતી.

આ લક્ઝરી કારના માલિકે કહ્યું કે આ સોનાની કાર કેરળમાં ઓક્સિજન રિસોર્ટ્સમાં એક પેકેજનો ભાગ છે. રિપોર્ટ પ્રમાણે આ કારમાં લોકો સફર કરાવવાનું પોતાનું સપનું પુરું કરવા માટે બોબી ચેમ્મનુર નામના શખ્સે તેને સોનાની બનાવી અને માત્ર 25,000 રૂપિયાની કિંમત પર તેમાં લોકોને યાત્રા કરાવવામાં આવશે.

જો આ કારની કિંમતની વાત કરીએ તો રોલ્સ રોયસ ફેન્ટમના લેટેસ્ટ જનરેશનની કિંમત ભારતમાં 9.5 કરોડ રૂપિયા છે. દેશના અનેક અમીર ઉદ્યોગપતિ અને બોલીવૂડના અભિનેતા આ કારનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ કારને લઇને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને પૂછી રહ્યાં છે કે શું આ સંગીતકાર બપ્પી લહેરીની કાર છે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.