અરરર / આ દેશના મહિલા પ્રધાનમંત્રીએ પાર્ટીમાં દારૂ ઢીંચ્યો, જુઓ દારૂ પીયને કર્યું એવું કે વિડિઓ જોઈને તમે પણ ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિન પોતાનો એક વીડિયો લીક થયા બાદ વિપક્ષી પાર્ટીના નિશાને આવી ગયા છે. વીડિયોમાં તે દારૂ પી પોતાના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યાં છે. ઘટના બુઠધવારે મોડી રાતની હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે સના મારિને પોતાના મિત્રો સાથે ડ્રગ્સ સેવન કર્યું. ( વિડિઓ નીચે આપેલો છે )

વિપક્ષ તેના રાજીનામાની માંગ કરી છે. તો સના મારિને સ્વીકાર્યું કે તે પોતાના મિત્રો સાથે દારૂ પી રહ્યાં હતા પરંતુ ડ્રગ્સ લેવાની વાત અફવા છે અને તેમણે પડકાર ફેંક્યો કે તે ડ્રગ્સ ટેસ્ટ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફિનલેન્ડના પીએમ સના મારિને દારૂ પીતા અને પોતાના મિત્રો સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાક તેને સામાન્ય ગણાવી રહ્યાં છે તો કેટલાક લોકોનું કહેવું છે કે સના મારિન ફિનલેન્ડના પીએમ બનવા લાયક નથી. ( વિડિઓ નીચે આપેલો છે )

ફિનલેન્ડના સ્પોર્ટ્સ ટોક શો હોસ્ટ એલેક્સી વલાવુરીએ તેમને દેશના સૌથી અક્ષમ પ્રધાનમંત્રી ગણાવી દીધા. ટ્વીટ કર્યું, મહેરબાની કરી પોતાનું લેધરનું જેકેટ લો અને રાજીનામું આપી દો.

ફિનલેન્ડના પ્રતિષ્ઠિત અખબાર Iltalehti પ્રમાણે વીડિયોમાં મારિનને મિત્રોની સાથે નૃત્ય કરતા અને ફિનિશ રેપર પેટ્રી ન્યૂગર્ડ અને પોપ ગાયક એન્ટ્ટી તુઇસ્કુના ગીતોની સાથે ગાતા જોવામાં આવી રહ્યાં છે. તેને પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અપલોડ કરવામાં આવ્યો હતો.

હું ડ્રગ ટેસ્ટ માટે તૈયારઃ સના મારિન
વિપક્ષના આરોપ છે કે તેમણે જે પાર્ટીમાં ભાગ લીધો, તે પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. પ્રધાનમંત્રી સના મારિને કહ્યું કે જો જરૂરી છે તો તે ડ્રગ ટેસ્ટ માટે તૈયાર છે. તેમણે કહ્યું, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. મેં ક્યારેય ડ્રગ્સ લીધુ નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.