આચાર્ય જ બન્યો હેવાન / નાપાસ કરવાની ધમકી આપી સ્કૂલના આચાર્યએ જ વિદ્યાર્થીની પર આચર્યું અનેક વાર દુષ્કર્મ, જુઓ પછી થયું એવું કે ભાંડો ફૂટ્યો

ટોપ ન્યૂઝ ભરૂચ

એક તરફ સમગ્ર દેશ ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના નારા લગાવી રહ્યું છે અને બીજીબાજુ દીકરીઓનું યોન શોષણ અને દુષ્કર્મની ઘટનાઓ અટકી રહી નથી, દિવસેને દિવસે યુવતી ઉપર થતા અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના ગુજરાતના ભરૂચમાંથી સામે આવી છે.

શાળા વિદ્યાનું મંદિર કહેવાય છે. પરંતુ આ જ વિદ્યાના મંદિરમાં નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી માનવતાને શર્મસાર કરી દીધી છે. આ ઘૃણાસ્પદ કિસ્સો ભરૂચની સરસ્વતી વિદ્યાલયમાં બન્યો હતો. વિદ્યાર્થીની ની પર દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પરંતુ આ જ શાળાનો પ્રિન્સિપલ હતો.

ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થીની ને નાપાસ કરવાની ધમકી આપી, શાળાના જ પ્રિન્સિપાલે યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચાર્ય હતું. યુવતી પણ પ્રિન્સિપલના ત્રાસને સહન કરતી હતી. પરંતુ એક દિવસ શાળાએ જવાની આનાકાની કરી ત્યારે આ મામલો ઉજાગર થયો હતો.

પ્રિન્સિપલની આ કાળી કરતૂતથી યુવતી એટલી ડરી ગઈ હતી કે કોઈને આ વાતની જાણ કરી શકતી નહોતી. ગત 30 ઓગસ્ટના રોજ શાળાના પ્રિન્સિપાલે ફરી એક વખત યુવતી ઉપર દુષ્કર્મ આચાર્યું હતું. અને યુવતી કઈ બોલી નહોતી. 10 સપ્ટેમ્બર ના રોજ જ્યારે આચાર્યએ ફરી એક વખત યુવતીના શારીરિક અડપલા કર્યા, ત્યારે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની ઓફિસમાંથી બહાર દોડી આવી હતી.

ત્યારબાદ તાત્કાલિક વિદ્યાર્થીનીએ તેની બહેનને ફોન કર્યો હતો, અને તેની બહેન પણ શાળાએ આવી પહોંચી હતી. જ્યારે યુવતીએ તેની બહેનને તેની સાથે થતા અત્યાચારની જાણ કરી, ત્યારે આચાર્યની કાળી કરતૂતનો પર્દાફાસ થયો હતો. વિદ્યાર્થીની ની વાત સાંભળી તાત્કાલિક માતાએ પોલીસ મથકમાં આચાર્ય વિરોધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે કાર્યવાહી કરતા પોલીસે આચાર્યની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેની બહેનને જાણ કરતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતાની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.