BIG NEWS / નવા વર્ષે સામાન્ય જનતાને મળ્યાં રાહતનાં સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

નવા વર્ષે જ મોદી સરકારે આપી મોટી ભેટ. જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે,

તે સમયે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે. નવા વર્ષ પર ગેસ કંપનીઓ તરફથી LPG સિલેન્ડરની કિંમતોમાં કાપ મુકવામાં આવ્યો છે. આ કાપ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલેન્ડર પર મુકવામાં આવ્યો છે. IOCL અનુસાર 1 જાન્યુઆરી 2022એ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે 19 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડર માટે દિલ્હી વાળા 2101 રુપિયા આપવા પડતા હતા. જ્યાં ચેન્નાઈમાં હવે 19 કિલો ગ્રામ એલપીજી સિલેન્ડર માટે 2131 રુપિયા તો મુંબઈમાં 1948.50 રુપિયા આપવાના રહેશે. નવી કિંમતો જારી થયા બાદ કોલક્તામાં કમર્શિયલ ગેસ સિલેન્ડર હવે આજથી 2076 રુપિયામાં ખરીદી શકાશે છે.

નવા વર્ષ પર ઘરેલુ એલપીજી સિલેન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. આજ કારણ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને ઘેરલુ ગેસ સબસિડી વગર 900 રુપિયામાં મળતો રહેશે. જયારે અમદાવાદમાં ઘેરલુ ગેસ સબસિડી વગર અમદાવાદ- 907, પુણેમાં- 909, ગોરખપુર- 962 અને ભોપાલમાં- 906 રુપિયામાં મળતો રહેશે

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી : જાણી લો કે આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લી વખત ઓક્ટોબરમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. તે જ સમયે, કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં તમને 915.50 રૂપિયામાં 14.2 કિલોનો ઘરેલુ એલપીજી સિલિન્ડર મળશે.

આ કાપ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલેન્ડર પર મુકવામાં આવ્યો છે. IOCL અનુસાર 1 જાન્યુઆરી 2022એ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે 19 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડર માટે દિલ્હી વાળા 2101 રુપિયા આપવા પડતા હતા. જ્યાં ચેન્નાઈમાં હવે 19 કિલો ગ્રામ એલપીજી સિલેન્ડર માટે 2131 રુપિયા તો મુંબઈમાં 1948.50 રુપિયા આપવાના રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.