‘ક્યાં ચોર બનેગા રે તું’ / જુઓ લૂંટારાઓ ઘરના ધાબે બેઠા બેઠા ભાગ પાડતા હતા ત્યાં ક્રાઇમબ્રાંચ ત્રાટકી અને પછી જે દ્રશ્યો સર્જાયા એ જોઈને તમે ફફડી ઉઠશો

ગુજરાત

શહેરના ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર થયેલ ફાયરિંગ વીથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટિપ આપી હતી. તે કાવતરું ઘડનાર તમામ લોકોની મુલાકાત જેલમાં થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલા ચાર રીઢા ગુનેગારોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચાર આરોપી કિશન સિંગ મઝવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચાર થી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.

એક ગોળી આંગડિયા પેઢીના કર્મીને પગમાં વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલ સંતાડ્યો હતો. આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી અને આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી. જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

જો કે પકડાયેલા ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં આરોપી કિશન સિંગ પેરોલ પર બહાર હતો અને આંગડિયા પેઢી કર્મચારી ઓ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આસાનથી આરોપી ઝડપાઈ ગયા છે..જો કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.