ભાન ભુલ્યો સગો ભાઈ / રૂપિયો કોઈનો સગો થતો નથી, જેતપુરમાં એક ભાઈએ સંબંધ ભૂલીને પિતરાઈ ભાઈ સાથે કર્યુ એવું કે જાણી તમે હેરાન થઇ જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રૂપિયા માટે દુનિયામાં મોટા મોટા યુદ્ધો થઈ ચૂક્યા છે અને અનેકોનું લોહી વહે છે. રૂપિયા માટે લોહી લોહીનું દુશ્મન બની જાય છે, ત્યારે જેતપુરમાં એક ઘટના બની કે જ્યાં રૂપિયા માટે ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાંખી. રૂપિયા માટે પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો.

થોડા દિવસ પહેલા સવારે જેતપુરના નવાગઢ પાસેથી પસાર થતા નેશનલ હાઇવેની બાજુમાં આવેલ અવાવરું જગ્યામાંથી એક યુવકની હત્યા કરેી લાશ મળી હતી. જેતપુર સિટી પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મરનાર વ્યક્તિ જેતપુરના બલદેવ ધાર વિસ્તારમાં રહેતો જીતુ ડાભીની હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા પોરબંદર રહેતા તેના સગા કાકાના દીકરા અને તેના પિતરાઈ ભાઈ મહેશ ઉર્ફે બાલી ઉર્ફે ગની મનશુખભાઈ ડાભીએ કરી હતી. મહેશ અને જીતુ બંને કાકા-બાપાના ભાઈ થાય અને ધંધામાં પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે માથાકૂટ થી હતી. જેમાં મહેશે પિતરાઈ ભાઈ જીતુની હત્યા કરી હતી.

શા માટે હત્યા કેમ થઇ હત્યા : આરોપી મહેશ અને જીતુ બંને પિતરાઈ ભાઈઓ થાય. બંને સાથે ધંધો કરતા હતા. છેલ્લા ઘણા સમયથી બંનેને ધંધા અને કામના રૂપિયાના લેતી દેતીમાં માથાકૂટ ચાલતી હતી. અવારનવાર આ પૈસાની લેતી દેતી માટે મોટા ઝઘડા થઈ જતા હતા. હત્યાની આગલી રાત્રે પોરબંદર રહેતા હત્યારા મહેશ ઉર્ફે બાલીએ જીતુને ફોન ર્ક્યો હતો કે આપણે ફરી ધંધો કરીએ. તે માટે પહેલા આપણે માતાજીના દાણા જોવડાવી લઇએ. એમ વિશ્વાસમાં લઈને હત્યારા મહેશે તેના ભાઈ જીતુને બોલાવ્યો હતો. તે દિવસે રાત્રે મહેશ ભાઈ જીતુને જેતપુરના નવાગઢમાંથી નીકળતા નેશનલ હાઇવે 27 પાસેના સર્વિસ રોડ ઉપર આવેલ અવાવરું જગ્યામાં લઈ જઈ ગયો હતો. જ્યાં તેના માથા પર બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી અને આરામથી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

એટલું જ નહિ, સનકી મહેશે જીતુના પરિવારમાં ફોન કરીને કહ્યુ હતું કે, મેં જીતુને મારીને ફેંકી દીધો છે.’ જેતપુર પોલીસે તપાસ શરૂ કરીને હત્યારા મહેશ ઉર્ફે બાલી ઉર્ફે ગનીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કહેવાય છે કે પૈસો કોઈનો સગો થતો નથી અને એ જ થયું. અહીં પૈસા માટે એક ભાઈ લોહીનો સબંધ ભૂલીને તેના પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ કારણે બે પરિવાર વેરવિખેર થઇ ગયો છે.

મહેશ અને જીતુ બંને કાકા-બાપાના ભાઈ થાય અને ધંધામાં પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે માથાકૂટ થી હતી. જેમાં મહેશે પિતરાઈ ભાઈ જીતુની હત્યા કરી હતી. આરોપી મહેશ અને જીતુ બંને પિતરાઈ ભાઈઓ થાય. બંને સાથે ધંધો કરતા હતા. છેલ્લા ઘણા સમયથી બંનેને ધંધા અને કામના રૂપિયાના લેતી દેતીમાં માથાકૂટ ચાલતી હતી. અવારનવાર આ પૈસાની લેતી દેતી માટે મોટા ઝઘડા થઈ જતા હતા.

હત્યાની આગલી રાત્રે પોરબંદર રહેતા હત્યારા મહેશ ઉર્ફે બાલીએ જીતુને ફોન ર્ક્યો હતો કે આપણે ફરી ધંધો કરીએ. તે માટે પહેલા આપણે માતાજીના દાણા જોવડાવી લઇએ. એમ વિશ્વાસમાં લઈને હત્યારા મહેશે તેના ભાઈ જીતુને બોલાવ્યો હતો. તે દિવસે રાત્રે મહેશ ભાઈ જીતુને જેતપુરના નવાગઢમાંથી નીકળતા નેશનલ હાઇવે 27 પાસેના સર્વિસ રોડ ઉપર આવેલ અવાવરું જગ્યામાં લઈ જઈ ગયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.