૨૬ ઓક્ટોબરે બની રહ્યા છે સિદ્ધ યોગ, આ રાશિના જાતકો પૂરી કરી શકશે પરિવારની જરૂરિયાત, થશે આર્થીક પ્રગતિ

રાશિફળ

ધન રાશિ
આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. આજે તમે સામાજિક કામમાં આગળ કરતાં રહીને ભાગ લેશો જેનાથી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. અધ્યાત્મ અને જ્ઞાનના રસ્તામાં આવી રહેલી અડચણો દૂર થશે. પૂજાપાઠ વગેરેમાં તમારું મન લાગશે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ રહેશો. વેપારમાં આજે તમને ધન લાભ મળી શકે છે અને તેના માટે તમે કેટલીક નવી યોજનાઓ પણ બનાવશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. જો તમારા ભાઈ બહેનો સાથે કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેનો આજે ઉકેલ આવશે.

મકર રાશિ
આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે તમારા શત્રુ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું બગાડી નહી શકે. જો તમે યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોય તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો આજે કોઈ નવા કામની શરૂઆત કરશે જેનાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે સાંજના સમયે તમે કોઇ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

કુંભ રાશિ
આજનો દિવસ આ તમને જુના ઝઘડામાંથી મુક્તિ અપાવનારો રહેશે. આજે ઓફિસમાં તમારા શત્રુઓ તમારા મિત્ર બની જશે. ઉપરી અધિકારીઓની કૃપાથી આજે તમને પદ ઉન્નતિ મળવાની સંભાવના રહેલી છે. જો આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરશો તો તેનાથી તમને ભરપૂર લાભ મળશે. સાંજના સમયે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો જેનાથી તમારા યશમાં વધારો થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના રસ્તામાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે પિતાજીની સલાહ કારગર સાબિત થશે.

મીન રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે સંતાન પક્ષ તરફથી તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે તમારા માતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી બધી જ ચિંતાઓ દૂર થશે. તમારે તમારા આરોગ્ય ધ્યાન રાખવું. આજે તમે કોઇ કામમાં રોકાણ કરશો તો તેનાથી તમને ભવિષ્યમાં ભરપૂર લાભ મળી શકે છે. આજે તમારા જીવનસાથીનો સહયોગ અને સહકાર ભરપૂર પ્રમાણમાં મળી શકે છે. જીવનસાથી સાથે તમે ભવિષ્યની યોજનાઓ ઉપર વિચાર વિમર્શ કરશો.

કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી અને નિર્ણય લઈ શકો છો. આજે તમારા માતા પિતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી ઘણી બધી ચિંતા દૂર થશે. નોકરી કરતા જાતકોને કોઈ ઈચ્છા મુજબની જગ્યા ઉપર બદલી થવાની વાત ચાલી શકે છે અને તેનાથી લાભ પણ મળશે. જો સરકારી કામમાં લાંબા સમયથી અટકેલા હોય તો તે કામ પૂરા કરવા માટે આજનો દિવસ શુભ છે.

તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ માંથી રાહત અપાવનારો રહેશે. તમારા શત્રુઓ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું કંઈ બગાડી નહીં શકે. આજે તમારા સાહસ અને પરાક્રમથી લોકો તમારે પ્રશંસા કરશે. સસરાપક્ષ તરફથી તમને ભરપૂર પ્રમાણમાં સન્માન મળતું દેખાઈ રહ્યું છે. આજે તમારા જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો. સાંજનો સમય તમે તમારા માતા-પિતાની સેવામાં સમય પસાર કરશો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

Leave a Reply

Your email address will not be published.