અરે બાપરે / સોસાયટીના ગેટે બેસેલી મહિલા પર તૂટી પડ્યો સ્લેબ, વિડિઓ જોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ ખૌફનાખ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં હાલમાં જ સોસાયટીના ગેટ પર બેઠેલી મહિલા પર અચાનક સ્લેબના પોપડા તૂટી પડ્યાં હતાં. અહીંના, પાલ વિસ્તારમાં આવેલી શ્રુતિ હાઈટસ નામની સોસાયટીમાં આ ઘટના બની હતી. મહિલા કંઈ સમજે અને બચાવ કરવા નાસી જાય તે પહેલા જ માથે પોપડા પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

જેથી આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને હોસ્પિટલમાં ખસેડતા તેણીને 30થી વધુ ટાંકા માથા તથા શરીરના ભાગે આવ્યાં હતાં. ઘણા લોકોને પોતાના ફ્રી સોસાયટીના ગેટે બેસવાની ટેવ હોય છે. આ મુજબ આ મહિલા પણ બપોરના સમયે શ્રુતિ હાઈટ્સ એપાર્ટમેન્ટના ગેટ પાસે મહિલા આરામથી ખુરશી પર બેઠી હતી.  આ દરમિયાન અચાનક જ ખુરશી પર બેઠેલી મહિલા ઉપર સ્લેબના પોપડા ધડાકાભેર પડી આવ્યા હતા.

જેને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આચાનક પોપડા ધડાકાભેર પડી આવતા તેની બાજુમાં બેઠેલી મહિલા પણ આશ્ચર્યચકિત થઇને ઇજાગ્રસ્ત મહિલા તરફ દોડી આવી બૂમાબૂમ કરી દીધી હતી. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ધડાકાભેર અવાજ સાથે પોપડા પડ્યા હોવાને કારણે તેના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સિક્યુરિટી પણ નજીકમાં જ બેઠો હતો. તે તાત્કાલિક અસરથી સિક્યુરિટી ઓફિસની બહાર દોડી આવીને મહિલાઓ પરથી કાટમાળ દૂર કર્યો હતો.

તેમજ અન્ય લોકો દ્વારા મહિલાને ઉભી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના માથામાં એટલી ગંભીર ઇજા થઇ કે 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ મહિલાને તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાને કારણે જીવ બચી ગયો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.