અરરર / દમણમાં એક નાનકડી ઓળખાણ યુવતીને ભારે પડી, જુઓ ઓળખાણના આધારે થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

દમણની નાની પોલીસ પોલીસ સ્ટેશનને આ મામલે જાણકારી મળી હતી કે એક યુવતીનો મૃતદેહ ઝાડીઓમાં પડ્યો છે. આ મામલે દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે અર્થ નગ્ન હાલતમાં એક યુવતીઓનો મૃત્યુ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીતાને લઈને દમણ પોલીસે આ યુવતીની ઓળખ શરૂ કરી હતી અને યુવતીનું મોતનું સાચું કારણ મેળવવા માટે યુવતીના પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક રીતે આ યુવતી સાથે દુષ્કર્મ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઇને દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી દમણના ડાભેલ વિસ્તારમાં તજવીજ હાથ ધરી હતી. ડાભેલ વિસ્તારમાં આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે દમણ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

દમણ પોલીસે નીતિશ પાસવાન અને ગજેન્દ્ર નામના બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને ઈસમો પણ બિન ગુજરાતી છે અને ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે. દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવતી મૂળ બિહારની છે. દમણ પોલીસે આ યુવતીની ઓળખ પ્રસ્થાપિત કરી નથી. આ યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. દમણ પોલીસની તપાસમાં આવ્યું છે કે આ બંને હેવાન ઈસમો દ્વારા જ યુવતી જ સાથે ગેંગરેપ કરી તેને મોતને ઘાટ નીપજાવી હતી.

પોલીસ સ્ટેશન તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે આ યુવતી દમણના ઘેલવડ ગામે પોતાની એક મહિલા મિત્રને મળવા ગઈ હતી. પરંતુ જે તે વખતે આ મહિલાના રૂમ પર તાળું મારેલું હતું. તેથી તે તેના પાડોશી નિતેશના ઘરે ગઈ હતી. કારણ કે નિતેશની પત્ની આ યુવતી સાથે પરિચિત હતી. જો કે, જે તે વખતે નીતિશની પત્ની હાજર ન હતી અને નીતિશ અને તેનો મિત્ર દારૂની પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે આ પીડીતાને વાતોમાં ભેળવીને આ બંને ઈસમો દ્વારા યુવતીને તેના રૂમમાં લઈ જવામાં આવી હતી અને બંને હેવાનો દ્વારા દારૂના નશામાં આ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો.

ત્યારબાદ આ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે રાત્રે 1:00 વાગ્યાના સમય આ બંને હેવાનિ સમયે આ યુવતીના મૃતદેહને થોડી દુર એક ઝાડીઓ નાખી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસે પણ બાતમીદારો તેમજ અન્ય ઇન્ટેલન્જસી ની મદદ લઈને રેપ વિથ મર્ડરને આથી ઉકેલી નાખી છે.

હાલે આ બંને ઇસમોને દમણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. દમણ કોર્ટ દ્વારા આ બંનેને 25 જુલાઈ સુધીના રિમાન્ડ પણ આપવામાં આવેલા છે. આમ એક નાનકડી ઓળખાણ આ યુવતીને ભારે પડી હતી. નજીક ઓળખાણના કારણે આ બંને ઈસમો સાથે નાની અમથી વાતચીત કરવા તેમની રૂમ પાસે ગયેલી આ યુવતીને આ બંને ઈસમોએ દબોચી લીધી હતી અને દારૂના નશામાં બંને સાથે ગેંગરેપ આચરી તેની હત્યા કરી નાખી છે.

હાલ દમણ પોલીસે આ બંને આરોપીના 25 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, ત્યારે બિહારથી રોજગારી મેળવવા આવેલ આ યુવતીને નાનકડી ઓળખાણ ભારે પડી છે. જોકે દમણ પોલીસે સમયસર આ રેપ વિથ મર્ડરની ગુંથી ઉકેલી યુવતીના હત્યાનો કોયડો ઉકેલી નાખ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *