કપાતર દીકરો / અડધી રાત્રે અચાનક થયું એવું કે રાક્ષસ બનેલા દીકરાએ પોતાની જ માતાને આપ્યું દર્દનાક મોત, કારણ જાણીને કાળજું કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ રાજકોટ

તાલુકામાં સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો અને આ બનાવને લઈને એક તિરસ્કાર જોવા મળી રહ્યો છે. તાલુકાના બાવવા પીપળીયા ગામમાં એક દીકરાએ તેની વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનામાં માત્ર અડધી રાત સુધી રૂમમાંથી ટીવીનો અવાજ આવતો હતો, જેથી માતાએ TV જોવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પુત્ર અનુ માથાસૂરિયા નામના શખ્સે માથાના ભાગે લાકડાના ફટકા મારી પોતાની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યારા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના બાવાપીપળીયા ગામે રહેતા અનુભાઈ નાનજીભાઈ માથાસુરીયાએ તેની માતાની હત્યા કરી હતી. ગઈકાલે રાત્રે તેણે તેની માતાના માથા અને શરીર પર લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની માતા ચંપાબેનનું મોત નીપજ્યું હતું. જેતપુર પોલીસ દ્વારા ચંપાબેનના પુત્ર અનુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2 દિવસ પહેલા રાત્રિની ઘટના છે, એવું કંઈક બન્યું અને દીકરો અનુ તેની માતા ચંપાબેનને ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યો. તે ભૂલી ગયો હતો કે તે તેની માતાને માર મારી રહ્યો છે તે એક રાક્ષક બની ગયો હતો, ઘટનાની રાત્રે નરાધમ અનુના દીકરા સાથે બાળકો મોડે સુધી TV જોતા હતા.

લગભગ 2 વાગ્યા જેવું થઈ ગયું હતું. ત્યારે સતત TV જોતા પૌત્રને TV બંધ કરવા મૃતક દાદીએ ઠપકો આપતા કહ્યું કે, મોડી રાત થઈ ગઈ છે અનેં TV બંધ કરી સુઈ જાવ. મૃતકે પૌત્રને આ વાત કરતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ધોકા વડે પોતાની માતાને ફટકા મારી દીધા હતા. ત્યારબાદ તાત્કાલિક રાતોરાત માતાને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, હત્યારો જેતપુર તાલુકાના બાવપીપળીયા ગામે રહે છે અને એક પુત્ર અને એક પુત્રીનો પિતા છે અને તેની માતા પણ ત્યાં રહે છે. આખું કુટુંબ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. નાની વાતમાં ગુસ્સામાં કરેલી હત્યા બાદ હત્યારાને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જેથી હવે 2 બાળકો એ પિતાની છત્ર છાયા પણ ગુમાવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.