અરે બાપરે / જુઓ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આ કારણોસર 15માં માળેથી લગાવી મોતની છલાંગ, કારણ જાણી ચોંકી ઉઠશો

ઇન્ડિયા

દિવસે ને દિવસે આપઘાતના કેસો વધતા જાય છે. ત્યારે હાલમાં જ માહિતી મળી આવી છે કે, ગુરુવારે રાત્રે ગ્રેટર ફરીદાબાદ સ્થિત ડિસ્કવરી સોસાયટીના(Discovery Society) ટેરેસ પરથી 10માં ધોરણના એક વિદ્યાર્થીએ કુદીને આપઘાત કર્યો હતો. આ વિદ્યાર્થીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે સ્કૂલ મેનેજમેન્ટને(School management) તેને હેરાન કરવા અને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યો છે. તેથી પોલીસે ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થી 16 વર્ષીય ગૌરવ (નામ બદલેલ છે) ડિસ્કવરી સોસાયટીમાં તેની માતા સાથે રહેતો હતો. તે ડીપીએસ ગ્રેટર ફરીદાબાદનો વિદ્યાર્થી હતો. તેની માતા એ જ શાળામાં ફાઇન આર્ટ્સની શિક્ષક છે. જાણવા મળ્યું છે કે, ગૌરવની માતાએ વર્ષ 2006માં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારે તે બે મહિનાની ગર્ભવતી હતી. તેણીએ તેના પિતાના ઘરે ગૌરવને જન્મ આપ્યો હતો. ત્યારથી તે તેની એકલી સંભાળ રાખતી હતી. ગુરુવારે રાત્રે ગૌરવની માતા તેના પિતાના ઘરે દવા આપવા ગઈ હતી. તે જ દરમિયાન ગૌરવે 15 માળની સોસાયટીના ધાબા પરથી રાત્રે 10 વાગ્યાની આસપાસ છલાંગ લગાવી હતી. સોસાયટીના રહેવાસીઓએ તેને સેક્ટર 8ની હોસ્પિટલમાં દાખલ કરી અને માતાને ફોન પર જાણ કરી. ત્યારે ડોક્ટરોએ ગૌરવને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, ‘પ્રિય માતા, તમે વિશ્વની શ્રેષ્ઠ માતા છો. માફ કરજો હું બહાદુર ન બની શક્યો. આ શાળાએ મને મારી નાખ્યો છે. હું આ નફરતથી ભરેલી દુનિયામાં રહી શકતો નથી. મેં જીવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ જીવનને કંઈક બીજું જોઈએ છે. લોકો મારા વિશે શું કહે છે તેના પર વિશ્વાસ ન કરો. તમે શ્રેેેેષ્ઠ છો.’

જાણવા મળ્યું છે કે, મૃતકની સાથે ભણતા વિદ્યાર્થીઓમાં તેના મિત્રો ઉપરાંત તેની છેડતી કરનારાઓ પણ હતા. મૃતકની માતાનું કહેવું છે કે ગૌરવ અન્ય કરતા અલગ હતો. તે તેની દુનિયાને પોતાની શરતો પર જીવવા માંગતો હતો. તે નેઇલ આર્ટ જાણતો હતો. તે ઘરે છોકરીઓના આર્ટિફિશિયલ જ્વેલરીની અવનવી ડિઝાઈન બનાવતો અને પોતે પહેરતો. તેને છોકરીની જેમ રહેવાનું પસંદ હતું. તેનો આ શોખ તેને ખુશી આપે છે, જયારે અન્ય લોકો તેને મજાક બનાવતા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની માતાએ જણાવ્યું હતું કે તેની સાથે ભણતી વિદ્યાર્થીનીઓ તેને ગે કહીને બોલાવતી હતી. તેમજ તેની છેડતી કરવામાં આવી હતી.

અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પર ગૌરવને હેરાન કરવાનો આરોપ છે તેઓ કોરોના પીરિયડ પહેલા જ સ્કૂલ છોડી ચૂક્યા છે. સાથે ભણતા વિદ્યાર્થીઓ કહે છે કે તે શાળામાં છોકરીઓના ઘરેણાં, નેલ પોલીશ અને નેલ આર્ટને લગતી વસ્તુઓ લાવતો હતો. માતાના જણાવ્યા અનુસાર શાળા છોડ્યા પછી પણ વિદ્યાર્થીઓ તેના પુત્રને છોડતા નહોતા, તેઓ તેને સતત ચીડવતા હતા.

ગૌરવ સાથે શાળામાં ઉત્પીડનનો આ પહેલો કિસ્સો નહોતો. મળતી માહિતી અનુસાર ગૌરવ ડિસ્લેક્સિયા નામની બીમારીથી પીડિત હતો. તેની સારવાર ચાલી રહી હતી. કોરોનાના સમયગાળા દરમિયાન શાળા બંધ થવાને કારણે તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો. શાળા ખુલ્યા બાદ તેની સાથે ફરી છેડતી શરૂ થઈ હતી. ગૌરવની માતાનું કહેવું છે કે તેની 23 ફેબ્રુઆરીએ વિજ્ઞાનની પરીક્ષા હતી. તેણે પ્રશ્ન સમજવા માટે હેડ મિસ્ટ્રેસ મમતા ગુપ્તાની મદદ લીધી. તે દરમિયાન મમતા ગુપ્તાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે બીમારીનો ફાયદો ઉઠાવી રહ્યો છે.

માતાએ ફરિયાદ દરમિયાન જણાવ્યું હતું કે, તેને અને તેના પુત્રને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. શિક્ષકે ધમકી આપી હતી કે તે તેને પરીક્ષામાં નાપાસ કરશે અને તેને આગળના વર્ગમાં જવા દેશે નહીં. ઘરે આવ્યા બાદ ગૌરવે તેની માતાને કહ્યું હતું કે મારા કારણે તારી નોકરી જતી રહેશે. તે અમને બંનેને પરેશાન કરે છે.

આ અંગે તેમણે ઈમેલ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. એવો આક્ષેપ છે કે મેનેજમેન્ટે આ અંગે પગલાં લીધાં જ નથી. તેણે આ વિશે ઘણી વખત મેનેજમેન્ટ સાથે પણ વાત કરી હતી પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. સતત હેરાનગતિને કારણે ગૌરવ ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેના કારણે તેણે પોતાનું જીવન ટુકાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.