શિષ્ય-ગુરુનો ભાવ / ઈજાગ્રસ્ત શિક્ષકને જોઈને ભાવુક થઈ વિદ્યાર્થીનીઓ, વિડિઓ જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

બનાસકાંઠામાં શિક્ષક અને વિદ્યાર્થિનીઓને લાગણસભર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલનપુરના ગઢ ગામના શિક્ષક તરીકે ફરજ બજાવા રાજેન્દ્રસિંહનો વીડિયો વાયરલ થયો છે. 15 ઓગસ્ટના દિવસે ઘરમાં પાણીમાં પગ લપસી જતાં શિક્ષકના પગના થાપામાં ચાર ફ્રેક્ચર થયા હતા.

જેના કારણે તે ઘરે આરામ કરી રહ્યા હતા. શિક્ષકના ખબર અંતર પૂછવા વિદ્યાર્થીઓ આવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને બીમાર જોઈને વિદ્યાર્થિનીઓ પોતાના ભાવ રોકી શક્યા નહીં. આ જોઈને શિક્ષક પણ ભાવુક થયા હતા. શિક્ષક ઝડપથી સાજા થઈ જાય તેવી વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના કરી.

શિક્ષક અને વિદ્યાર્થિનીઓના લાગણીસભર સ્નેહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક સાચો શિક્ષક એ જ કહેવાય જે વિદ્યાર્થીઓ સાથે ખરા અર્થમાં જોડાયેલો હોય. અત્યાર સુધી અધિકારીઓની બદલી થાય કે નિવૃત્ત થાય તો આવા દ્રશ્યો જોવા મળતા હતા.

અથવા તો શિક્ષકોની બદલી થાય તો વિદ્યાર્થી ભાવુક થઈને તેમને વિદાય આપતા હતા. પરંતું શિક્ષક માંદા પડે તો વિદ્યાર્થીઓને દુખ થાય તેવી આ પહેલી ઘટના હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શિક્ષક અને નાના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=822976502448897 )

એક બાળક કાલીઘેલી ભાષામાં પોતાની નિરાશ શિક્ષિકાને મનાવી રહ્યો હતો. લોકોએ આ વીડિયોને બહુ જ પસંદ કર્યો હતો. ત્યારે શિક્ષક અને બાળકો વચ્ચેના લાગણીસભર સ્નેહનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.