ધ્યાન રાખજો નહીંતર આકરી સજા થશે / ગ્રીષ્માની હત્યા બાદ સુરત પોલીસ કમિશ્નરે આપ્યા આ કડક આદેશો, જાણી લેજો આ જાહેરનામું પછી કેતા નહિ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં 13 દિવસમાં 7 હત્યાના બનાવો બનતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા હતા ત્યાર બાદ આજે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે ગુનાઓને ડામવા માંટે પોલીસે કરેલા પ્રયાસો તેમજ ગુનાઓને લગતી તમામ માહિતી આપી હતી.

સુરત શહેર, જે ડાયમંડ અને કાપડનગરી તરીકે ઓળખાય છે. ગુજરાત અને દેશના અર્થતંત્રમાં જેનો નોંધનિય ફાળો રહ્યો છે..ગુજરાત અને અન્ય રાજ્યના લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરનારુ સુરત, છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ ઘટનાઓના કારણે ચર્ચામાં આવ્યું છે. ગ્રીષ્મા હત્યા કેસે સૌ કોઇને હચમચાવી મુક્યા છે. આજે સૌ કોઇ ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે તે માગ કરી રહ્યાં છે. વધતી ગુનાખોરી બાદ કાયદો-વ્યવસ્થા પર આંગળી ઉઠે તે સ્વાભાવિક છે. સતત વધતો ગુનાનો ગ્રાફ સુરતને ક્રાઇમ કેપિટલ બનાવી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરે સુરતમાં ક્રાઈમ રેટ ઘટ્યો હોવાની પ્રેસ સંબોધી માહીતી છે. ગુનાઓ ડામવામાં અને જો થયા તો પીડિતોને ન્યાય આપવામાં સુરત પોલીસ પૂરતો પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ બહાર કામ વિના લોકોને બેસવા પર પ્રતિબંધ
તો આ તરફ સુરત પોલીસ કમિશનરે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ બહાર પુરૂષોએ કામ વિના બેસવા પર પ્રતિબંધ ફરવામાં દેવામાં આવ્યો છે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે તેવી જાહેરાત પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરનામું 17 એપ્રિલ સુધી લાગુ રહેશે.

પોલીસ સ્ટેશનમાં PI દિકરીઓ માટે સ્પેશિયલ સમય ફાળવશે
વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં PI દિકરીઓ માટે સ્પેશિયલ સમય ફાળવશે તેમજ દીકરીઓને હેરાનગતિના કેસમાં DCP-ACP મોનિટરિંગ કરશે. સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન PI પોલીસ સ્ટેશનમાં દીકરીઓને મળશે. કોઈ પણ અરજી પેન્ડિંગ ન રહે અને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે નિર્ણય લેવાયા છે.

કપલ બોક્ષ પર પ્રતિબંધ
તો ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી હત્યારો ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાની વાતો વહેતી થઈ હતી જે બાદ સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં પોલીસે કપલ બોક્સ પર તવાઈ બોલવવામાં શરૂ કર્યું છે. જેના જ ભાગ રૂપે સુરત પોલીસ કમિશનરે અન્ય એક જાહેરનામું બહાર પાડી રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોફી શોપ, હોટલ અને કાફેમાં કપલ બોક્ષ તરીકેની સુવિધા આપી શકાશે નહીં તમામ સ્થળોએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઉપરોક્ત તમામ જગ્યાએ અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન ન થાય તેને લઈ CCTV કેમેરા લગાડવાનું ફરમાન સુરત CP અજય તોમર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં દિવસે ને દિવસે ક્રાઈમો વધતા જાય છે. ત્યારે ધોળા દિવસે જાહેરમાં થયેલા ગ્રીષ્મા હત્યકાંડે તમામ હદ વટાવી છે. સુરતની આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. લોકના કાનમાં ગ્રીષ્માનો અવાજ ગુંજી રહ્યો છે. ત્યારે વધતા જતા ક્રાઇમને લઈને સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.