અરરર / ગુરુ સમાન શિક્ષકે વિદ્યાર્થિનીને શાળાએ બોલાવી અને પછી કર્યું એવું શિક્ષણને લજાવતું કાર્ય કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

નડિયાદ શહેરમાં બની એક એવી ઘટના જેના કારણે શિક્ષણ જગતને લાગ્યું છે લાંછન. જી હા એક ગુરુએ સગીર વયની વિધાર્થિની સાથે કરી નાખે એવું કામ જેના કારણે સમગ્ર સમાજ શરમજનક સ્થિતીમાં મુકાયો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઊભેલો આ આરોપી છે મનીષ પાઉલભાઈ પરમાર સામાન્ય આરોપી નહીં પરંતુ એક શિક્ષક છે.

જીહા એક શિક્ષક આજે પોલીસ જાપ્તામાં ઊભો છે, કારણ કે તેણે કરી છે. એક એવી હરકત જેના કારણે ભદ્ર સમાજને નીચું જોવાનો વારો આવ્યો છે. નડિયાદની યુરો સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ પરમારે ૧૪ વર્ષની વિધાર્થિની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું.

જ્યારે આ મનીષ પરમારે 14 વર્ષની વિદ્યાર્થીનીને શાળા છુટવાના સમયે તેની ચાવી અહીંયા રહી ગઈ છે. તેમ કહી શાળાના બીજા માળે બોલાવી હતી. જે બાદ વિદ્યાર્થીને જબરજસ્તી પુરુષ શૌચાલયમાં લઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટના અંગે મોડે મોડે પરંતુ સાત મહિના બાદ પણ ફરિયાદ દાખલ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની બાબત છે કે, સમગ્ર ઘટના ઘટના સાત મહિના બાદ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે, ત્યારે ફરિયાદ આટલી મોટી દાખલ થવાનું કારણ પણ કદાચ યુવતીની નાની ઉંમર અને તે ડરી ગઈ હોય તેવું બની શકે. જોકે સમગ્ર મામલે સ્કૂલ સંચાલકનું કહેવું છે ઘટનાની જાણ વિદ્યાર્થિનીના વાલીઓએ કરતાં જ તે દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો.

ઘટના અંગે અમને વાલીએ જાણ કરી હતી, વાલી તે દિવસે સ્કૂલમાં આવી સમગ્ર ઘટના અંગે અમને જાણ કરતાં અમે શિક્ષકની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરવા માફી માગી હતી. અને અમે તે દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો. શિક્ષક એક એવી વ્યક્તિ છે જેના શિરે ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી છે.

ત્યારે જો આવા શિક્ષક જ આ પ્રકારની ઘટનાને અંજામ આપે ત્યારે સમાજ કઈ દિશામાં જશે તે ચિંતાનો વિષય ગણિ શકાય. હાલ તો સમગ્ર ઘટનાને પગલે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ શિક્ષકને વિરુદ્ધમાં હવે શું કાયદાકીય પગલાં ભરાય છે અને તેને શું સજા થાય છે તે જોવું રહ્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *