પુજારીની દાનત બગડી / મંદિરના પુજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, જુઓ પરિવાર તાબે ન થતા યુવતી સાથે જે કર્યું એ જાણીને ચોંકી ઉઠશો

ગુજરાત

અરવલ્લી : મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે.

આજથી અંદાજિત અઢી વર્ષ પહેલાં ગામના તળાવ પરના મંદિરમાં પૂજા કરવા માટે મેઘરજના જ કિશન પુરોહિતને પૂજારી તરીકે રાખવામાં આવ્યો. દરમહિને પૂજા કરવા પેટે 5 હજાર રૂપિયા પણ નક્કી કરવામાં આવ્યા અને ગ્રામજનો નાના મોટા પ્રસંગોમાં જમવા માટે પૂજારીને બોલાવી આદરસત્કાર કરતાં હતાં. પણ આ જ સમયગાળા દરમિયાન એક યુવતી સાથે ઓળખાણ થઈ અને તે પોતાની ભેખ ભૂલી પ્રેમમાં લીન થઈ ગયો.

કિશન પુરોહિત અવારનવાર યુવતીના ઘરે જતો હતો. યુવતીનો પરિવાર જમાવા માટે બોલાવતો. જમ્યા બાદ 2 કલાક ભક્તિ-પૂજાની વાતો કરતો હતો. નવ માસ પહેલાં યુવતીનો પરિવાર દ્વારકા દર્શન માટે ગયો ત્યારે 13-9-2020ના દિવસે યુવતીનો જન્મ દિવસ હોવાથી કુટણ તળાવના મંદિરના મકાનમાં ઉજવણી કરી હતી. આ દરમિયાન પૂજારીએ યુવતીને એન્ડ્રોઈડ ફોન પણ આપ્યો હતો. પણ આ અંગેની જાણ યુવતીના પિતાને થથાં તેણે પૂજારીને પરત આપી ઠપકો આપ્યો. આ ઘટના બાદ કિશન પુરોહિતે યુવતીના પિતાને ધમકી આપી અને તેના ઘરે જઈ યુવતી સાથે લગ્ન કરવાની ઓફર મૂકી હતી. 

ત્યારે કિશન કારમાં આવી યુવતીનો હાથ પકડી તેને લઈ ગયો. પોલીસ ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે આરોપી કિશન પુરોહિતને આ કામમાં તેના બે મિત્રોએ પણ મદદ કરી છે. હાલ પોલીસે યુવતીને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે સાથે જ અલગ અલગ ટીમ બનાવી યુવતીને શોધવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.