શું તમને ખબર છે આ નિયમ? / ટ્રાફિક પોલીસ પાસે તમારાં વાહનની ચાવી આંચકી લેવાનો કોઈ હક નથી, જો આવું કરે તો બતાવી દો આ નિયમ

ગુજરાત ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ચેકિંગના નામ પર ઘણી વખત ટ્રાફિક પોલીસકર્મી ગુંડાગીરી પર આવી જાય છે. એવા ઘણી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. પરંતુ નિયમ શું છે તે જાણી લો….

જો તમે વાહન ચલાવો છો તો તમે આ વાતથી જરૂર વાકેફ હશો કે ઘણીવાર ટ્રાફિક પોલીસકર્મી (Traffic Policeman) ચેકિંગ દરમિયાન ગાડીની ચાવી નિકાળી (Snatch Vehicle Key) લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને આ વાતનો અધિકાર હોતો નથી. જો તમારી સાથે પણ આમ થાય છે તો તમારે શું કરવું જોઇએ, આ સમાચારમાં જાણો.

શું પોલીસ પાસે છે તમારી ચાવી ખેંચવાનો અધિકાર? : તમને જણાવી દઇએ કે પોલીસકર્મી પાસે ચેકિંગ દરમિયાન તમારી ગાડીમાંથી ચાવી નિકાળવાનો અધિકાર નથી. આ ઉપરાંત ના તો તે તમારી ગાડીના ટાયરની હવા નિકળી શકે. અને ના તો તેમને ગાળ આપી સહ્કે અથવા તો ગેરવર્તણૂક કરી સહ્કે. જો તમારી સાથે કોઇ ટ્રાફિક પોલીસકર્મી આમ કરે છે તો તમે પુરાવા તરીકે તે ઘટનાનો વીડિયો બનાવી લો. પછી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો કોઇ સીનિયર અધિકારી પાસે તેની ફરિયાદ કરી શકો છો કારણ કે મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) માં ટ્રાફિક પોલીસકર્મી ને આમ કરવાનો અધિકાર નથી.

જો તમે વાહન ચલાવી રહ્યો છો તો તમને અમુક જરૂરી નિયમોની જાણકારી હોવી જોઈએ. ઘણી વખત ટ્રાફિક પોલીસ ચેકિંગ વખતે ગાડીની ચાવી (Snatch Vehicle Key) કાઢી લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને આ વાતનો કોઈ અધિકારી નથી હોતો. જો તમારી સાથે પણ એવું કંઈ થાય ત્યારે તમારે શું કરવું જોઈએ તે જાણી લો.

જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસકર્મીની પાસે ચેકિંગ દરમિયાન તમારી ગાડીમાંથી ચાવી કાઢવાનો કોઈ અધિકારી નથી હોતો. આ ઉપરાંત તે તમારી ગાડીના ટાયરની હવા કાઢવાનો પણ તેમની પાસે કોઈ અધિકાર નથી હોતો. પોલીસકર્મી તમારી સાથે ગેરવર્તણુક કે અપશબ્દો કે એવી કોઈ ભાષાનો ઉપયોગ ન કરી શકે. જો તમારી સાથે પોલીસકર્મી આમ કરે છે તો તમે પુરાવા માટે તે ઘટનાનો વીડિયો બનાવી લો. પછી નજીકના પોલીસ સ્ટેશન પર જઈને અથવા તેના સીનિયર અધિકારીને તેની ફરીયાદ કરી શકો છો કારણ કે મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019)માં ટ્રાફિક પોલીસકર્મીને આમ કરવાનો કોઈ અધિકાર નથી આપ્યો.

ત્યારબાદ પણ જો પોલીસ સ્ટેશનમાં અથવા સીનિયર અધિકારી ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મીનો પક્ષ લે છે તો તમે આ કેસને હાઇકોર્ટ સુધી લઇ જઇ શકો છો. જો તમે ગરીબી રેખા નીચે આવો છો અને તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો કાયદાના જાણકાર વકીલ પાસે મફતમાં સલાહ આપશે. પછી હાઇકોર્ટ તે ટ્રાફિક પોલીસકર્મી અને તેના સીનિયર અધિકારીઓને બોલાવશે.

ચેકિંગના નામ પર થઇ ન શકે ગુંડાગર્દી : જાણી લો મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) કોઇપણ ટ્રાફિક પોલીસકર્મીને ચેકિંગના નામ પર ગુંડાગર્દી કરવાનો અધિકાર નથી. ભલે તે ગમે તેટલો સીનિયર અધિકારી કેમ ન હોય તે તમારી સાથે ગેરવર્તણૂક ન કરી શકે અને તમારી ગાડીમાંથી ચાવી ન નિકાળી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક આરટીઆઇના જવાબમાં હરિયાણા પોલીસ કહી ચૂકી છે કે ટ્રાફિક પોલીસકર્મી હાથનો ઇશારો આપીને તમારા વાહનને રોકી શકે છે પરંતુ તે તમને હાથ લગાવી ન શકે. હા હાથનો ઇશારો જોઇને કોઇ વાહન રોકતું નથી તો તેના વિરૂદ્ધ પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.જો અધિકારી ટ્રાફિક પોલીસનો પક્ષ લે તો શું કરવું જોઈએ?

ત્યાર બાદ પણ જો પોલીસ સ્ટેશનમાં અથવા સીનિયર અધિકારી તમારી સાથે ગેરવર્તણુક કરનાર પોલીસકર્મીનો પક્ષ લે તો તમે આ મામલાને હાઈ કોર્ટ સુધી લઈ જઈ શકો છો. જો તમે ગરીબી રેખાની નીચે આવો છો અને તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો કાયદાના જાણકાર વકીલ તમને મફત સલાહ આપશે. પછી હાઈ કોર્ટ તે ટ્રાફિક પોલીસકર્મી અને તેના સીનિયર અધિકારીને સસ્પેન્ડ કરશે. મહત્વનું છે કે એક આરટીઆઈના જવાબમાં હરિયાણા પોલીસે કહી ચુકી છે કે ટ્રાફિક પોલીસકર્મી હાથનો ઈશારો આપીને તમારૂ વાહન રોકી શકે છે પરંતુ તે તમને હાથ ન લગાવી શકે. હા જો હાથનો ઈશારો કર્યા બાદ કોઈ વાહન નથી ઉભુ રહેતું તો તે તમારા વિરૂદ્ધ ઉચીત કાર્યવાહી કરી શકે છે.

જો કે દેશના એક સારા નાગરિક તરીકે આપણે ટ્રાફિક સહિત તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. એ આપણી ફરજ પણ છે અને આપણી જ સલામતી માટે અગત્યનું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.