અરે બાપરે / 15 વર્ષના સુખી દાંપત્ય જીવનને વ્યાજખોરો ભરખી ગયા, જુઓ સ્યુસાઇડ નોટમાંથી મળી ચોંકાવનારી આ વિગતો

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. ધંધામાં નુકસાન જતા મૃતકે 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

Crime in Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સોલા વિસ્તારમાં એક દંપતીએ મોતને વ્હાલુ કર્યું (Husband wife Suicide) છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દંપતીએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો ધંધા-રોજગારમાં આર્થિક મંદી ઉભી થતા મૃતક હિતેશ પંચાલે બે વ્યાજખોરો પાસેથી 6 લાખ રૂપિયા 12 ટકા વ્યાજે લીધા હતા. જેનું તે દરરોજ 4 હજાર રૂપિયા ચૂકવતો હતો.

પરંતુ ધંધામાં નુકસાન જતા હિતેષ પંચાલ પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાના કારણે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા હતા. તો માહિતી અનુસાર આ કારણે પંચાલ દંપતીએ આ હેરાનગતિમાં સાથે જ આત્મહત્યા કરવાનું વિચાર્યું. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને દંપતીએ કેનાલમા પડતું મૂકીને આપઘાત કરતા પરિવાર આઘાતમાં છે. સોલા પોલીસે ત્રણ વ્યાજખોર વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પીઆઇ જે પી જાડેજાએ સમગ્ર મુદ્દે વાત કરતા કહ્યું કે હિતેશ પંચાલના પિતાએ ફરિયાદ દાખલ કરાવી છે. પિતા ચાંદલોડિયામાં રહે છે. ફરિયાદ અનુસાર તેમના દીકરા હિતેશભાઈ અને તેમના પત્નીએ આત્મહત્યા કરી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કર્યાની ફરિયાદ છે

હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ સમગ્ર મુદ્દે આગળ કઈ રીતે કાર્યવાહી કરશે અને આનો શું નિકાલ લાવશે, કારણકે આ કેસમાં ડબલ ટ્વિસ્ટ છે, હવે પોલીસ આત્મહત્યામાં ગુનેગારોને સજા કરશે કાતો વ્યાજખોરોને જેલમાં ધકેલશે તે હવે આગળ શું નિર્ણય આવે એ પોલીસ તંત્ર જણાવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.