મોટી સફળતા / કિશન ભરવાડ હત્યામાં વપરાયેલા હથિયાર અને વાહન ઝડપાયા, જાણો આરોપી કોણ છે અને ક્યાં છુપાવ્યું હતું

ટોપ ન્યૂઝ ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાની માહિતી મળી રહી છે. સર મુબારકની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે હાલ આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરગાહની પાછળથી ખુલ્લા મેદાનમાં હથિયાર મળી આવ્યું છે.

આજે ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી ખૂલ્યા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે.

આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી
આ જેહાદી ષડયંત્રની આશંકાના આધારે હવે એટીએસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા આરોપીઓ તેમજ પાકિસ્તાની કનેક્શનને શોધી કાઢવા માટે કુલ સાત ટીમો બનાવવામાં આવી છે. આ ભાષણો પાકિસ્તાનના કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવી દ્વારા આપવામાં આવ્યા હતા. તેના ભાષણે શબ્બીરને કટ્ટર બનાવી દીધો હતો. મૌલાના કમરે જ ઐયુબ સાથે આરોપી શબ્બીરની મુલાકાત કરાવી હતી. ઐયુબ શબ્બીરને હત્યાના કાવતરા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ હથિયાર તેને રાજકોટના થોરાડામાં રહેતા એક વ્યક્તિ દ્વારા પહોચાડવામાં આવ્યું હતું. આરોપી શબીરે આ જ હથિયારથી કિશનની હત્યા કરી હતી.

ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કેસના તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. આ સંગઠન પહેલા તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે.

ધંધૂકામાં યુવકની જાહેરમાં હત્યા કરી દેવાના બનાવ બાદ આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરુદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનનાં ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઇના મૌલાનાઓની થયેલી મીટિંગના સંદર્ભમાં હત્યા કરવાનું નકકી કર્યું હતું. અમદાવાદના શાહ આલમમાં સમગ્ર હત્યાનો પ્લાન ઘડાયો હતો. હવે આ જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ અલગ ટીમ રચવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો તપાસમાં લાગી
અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો આ મામલાની તપાસમાં લાગેલી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS પણ મૌલવીને શોધી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે ઇસ્લામિક સંગઠનની સાથે યુવાનોને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના 3 થી 4 સંગઠનોના નામ સામે આવ્યા છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવીને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.