લાંચમાં લીધેલા રૂપિયા વિજિલન્સ ટીમ જોતા જ ગળી ગયો લાંચીયો પોલીસકર્મી, જુઓ પછી એવી રીતે પૈસા કઢાવ્યા કે વિડિઓ જોઈને તમે ચોંકી ઉઠશો : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

વિજિલન્સની ટીમે હરિયાણાના ફરિદાબાદમાં એક સબ ઈન્સ્પેક્ટરને 4000 રૂપિયા લાંચ લેવાના આરોપસર દબોચી લીધો. સેક્ટર-3 પોલીસ મથકમાં તૈનાત આ પોલીસ ઓફિસર લાંચ લેતા રંગે હાથે પકડાયો. પકડાયો ત્યારબાદ સબ ઈન્સ્પેક્ટરે રૂપિયા મોઢામાં નાખીને ગળી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બચી શક્યો નહીં.

ટીમે તેની જમીન પર સૂવાડીને મોઢામાં રૂપિયા ઓકાવ્યા. ધરપકડ એક કમ્યુનિટી સેન્ટરથી કરવામાં આવી. જ્યાં પરિવાર સાથે તે લગ્ન સમારોહમાં સામેલ થવા આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે લાંચ લેવા માટે તેણે પીડિતને લગ્ન સમારોહમાં બોલાવ્યો હતો. આ ધરપકડથી સમારોહ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. કોર્ટમાં રજૂ કરાયા બાદ આરોપીને જેલમાં મોકલી દેવાયો છે.

મળતી માહિતી મુજબ સેક્ટર 3ના રહિશ શંભુનાથ યાદવે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પશુપાલન કરે છે. હાલમાં તેમણે પોતાના પરિચિત દેશરાજને 40 હજાર રૂપિયામાં ભેંસ વેચી હતી. દેશરાજે ભેંસ લઈ જતી વખતે શંભુનાથને 30 હજાર રૂપિયા આપ્યા. બાકીના 10 હજાર રૂપિયા પછીથી આપવાનું કહ્યું.

એવો આરોપ છે કે દેશરાજ રૂપિયા આપવામાં આનાકાની કરી રહ્યો હતો. રૂપિયા ન મળતા શંભુનાથે દેશરાજ વિરુદ્ધ સેક્ટર-3 પોલીસ મથકમાં ફરિયાદ કરી. આ કેસની તપાસ સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્રપાલને સોંપવામાં આવી. બીજી બાજુ રૂપિયા ન મળતા શંભુનાથનો પૌત્ર દેશરાજના ઘરેથી તેની ગાય લઈ આવ્યો.

ગાય ગાયબ થવા પર દેશરાજે પણ પોલીસ ફરિયાદ કરી. ફરિયાદ પર મહેન્દ્રપાલે શંભુનાથને જેલમાં નાખી દેવાની ધમકી આપી. શંભુનાથે કેસ રફેદફે કરવા માટે સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર પાલ સાથે વાત કરી તો તેણે 10 હજાર રૂપિયા માંગ્યા. જેના પર શંભુનાથે 4000 રૂપિયા શનિવારે આપ્યા.

2000 રૂપિયા રવિવારે આપ્યા તો મહેન્દ્ર પાલે વધુ પૈસા માંગ્યા. જેના પર શંભુનાથે સ્ટેટ વિજિલન્સ બ્યૂરોમાં તેની ફરિયાદ કરી. સોમવારે સ્ટેટ વિજિલન્સ બ્યૂરોના ઈન્સ્પેક્ટર સ્વર્ણલાલ અને ડ્યૂટી મેજિસ્ટ્રેટ વિનય અત્રી ટીમ સાથે સેક્ટર 3 પોલીસ ચોકી પાસે પહોંચ્યા.

ત્યાં શંભુનાથે મહેન્દ્રપાલ સાથે ફોન પર વાત કરી તો તેણે તને કમ્યુનિટી સેન્ટર બોલાવ્યો. મહેન્દ્રપાલ ત્યાં પરિવાર સાથે લગ્ન સમારોહમાં સામેલ થવા આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *