બંને ખલનાયકને ઝડપી પાડ્યા / સુરતમાં રાત્રી કર્ફ્યુમાં ખલનાયક બનેલા બે યુવાનોને ઝડપી જુઓ પોલીસે મારી મારીને મોરલા બનાવી દીધા

સુરત

શહેરમાં બે યુવાનોનો સોશિયલ મીડિયામાંમાં વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા જ રહે છે. જો કે સુરતમાં હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મિત્રના ખભા પર એક મિત્ર બેઠો હોય છે. એક હાથમાં પિસ્તોક અને બીજા હાથમાં સીગરેટ હોય છે. એક તરફ રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારનાં આરટીઓના નિયમોને છાપરે મુકીને યુવાનો દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને સમગ્ર તંત્ર પણ સફાળું જાગ્યું હતું. આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જો કે આ વીડિયો કેટલી હદે વાયરલ થયો તેનો અંદાજ તે બાબત પરથી આવી શકે છે કે, આ બંન્ને આરોપી ઝડપાયા હોવાની માહિતી રાજ્યના ગૃહમંત્રીએ પોતે આપી હતી. આ ઉપરાંત વીડિયોમાં જે પિસ્તોલ દેખાઇ રહી હતી તે લાઇટર હોવાનું સામે આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવા ગુનાઓ બાબતે તેઓ ખુબ જ સચેત છે. આવું કંઇ પણ ચલાવી લેવામાં નહી આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનો સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધઇ મેળવવા માટે કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થતા તેમની વિરુદ્ધ સામાન્ય ગુનાઓ હેઠળ કાર્યવાહી થાય છે. જો કે આ વાયરલ વીડિયોના કારણે તેના ફોલોઅરની સંખ્યામાં મોટો વધારો થાય છે. આરોપીઓ જાહેરનામા ભંગ, માસ્ક નહી પહેરવા બદલ સામાન્ય દંડ જેવી સામાન્ય કાર્યવાહીથી છુટી જાય છે. પરંતુ તેના ફોલોઅરની સંખ્યામાં મોટો ઉછાળો આવી જાય છે. જેથી ફોલોઅર વધારવાની લ્હાયમાં આવી ઘટનાઓમાં ખુબ જ વધારો થાય છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્ટંટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઈરલ થયેલો વીડિયો 14 ડિસેમ્બરનો છે. વીડિયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઈટર છે. આવા ગુનાઓમાં વધુ સચેત છીએ.

યુવાનો સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદાનું ઉલ્લંઘન કરીને સ્ટંટ કરતા અવારનવાર વીડિયો વાઈરલ કરતા હોય છે. આ વીડિયોમાં પણ જે યુવક છે તેનું નામ નિક ઓડેદરા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વીડિયો મુક્યા હોવાનું પણ જણાય આવે છે. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તેના હાથમાં પિસ્તોલ જેવું દેખાઈ રહ્યું છે. તે રીયલ પિસ્તોલ છે કે એર ગન લઈને ફરી રહ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે એ પિસ્તોલ પણ રીયલ છે અને આવી રીતે ઘણીવાર વીડિયો પોસ્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ ઊભો થતો દેખાઈ રહ્યો છે.

યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને એટલો ક્રેઝ છે કે અનેક વખત કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ તેમને ડર લાગતો નથી. ભૂતકાળમાં પણ જ્યારે આવા વીડિયો વાઈરલ થાય છે ત્યારે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તો આવા યુવાનો જે પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટ કરતા હોય છે તેને રોકી શકાય. કોરોના સંક્રમણને કારણે હવે રાત્રે કર્ફ્યૂના નિયમોનું પાલન સખ્તાઇપૂર્વક કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે આવા યુવાનો મોડી રાત સુધી ખુલ્લામાં હથિયારો લઇને ફરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભો થાય છે.

શહેરમાં જ્યારે પણ આવા તત્વો પોતાના વીડિયો વાઈરલ કરતા હોય છે, ત્યારે તેમની સામે પોલીસે કડક હાથે કામગીરી કરવાની જરૂર જણાઈ રહી છે. નિક ઓડેદરા બાઈક ઉપર સ્ટંટ કરતા ડુમસ વિસ્તારનો વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ બાબતે જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઇને પૂછ્યું ત્યારે તેમના કહેવા મુજબ આ વીડિયો તેમના વિસ્તારનો ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમણે કહ્યું છે કે અમે છતાં પણ તપાસ કરીશું કે આ વ્યક્તિ અમારા વિસ્તારનો છે કે કેમ અને વીડિયો અમારા વિસ્તારનો જ છે કે નહીં તેની તપાસ કરીશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.