મોરબીના સામા કાંઠાના વિદ્યુતનગર વિસ્તારમાં મોડી સાંજે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ હત્યા એક મહિલાની થઇ હતી, જેમાં ખુદ તેના પતિએ જ મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દઈ બોથડ પદાર્થનો ઘા ઝીંકી પતાવી દીધી હતી. પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર શંકાશીલ સ્વભાવના પતિની સીટી બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીએ પત્ની કામધંધો કરવા કહેતી હોય પતાવી દીધાની કબૂલાત આપી છે.
બનાવની કરુણતા એ હતી કે પત્નીને પતાવી પત્નીને એમ જ છોડી પતિ ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
મોરબી વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા ભાવના કુબાવતની તેમના પતિ પ્રવીણ કુબાવતે મોઢામાં ડૂચો દઈ માથાના ભાગે દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, બાદમાં ઘર બંધ કરી ભાગી છૂટ્યો હતો.
ઘરમાં તાળું જોતાં નાની દીકરીએ આસપાસના લોકોને જાણ કરી હતી. તેમણે તપાસ કરતાં ભાવનાબેનનો મૃતદેહ પડ્યો હતો, જે બાદ સ્થાનિકોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે સિવિલમાં ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
બીજી તરફ સીટી બી ડિવિઝન પોલીસે આ ચકચારી ઘટના અંગે મૃતક ભાવનાબેનની પુત્રી ઉર્વીશાબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ગઈકાલે આરોપી પ્રવીણ મંછારામ કુબાવતને ઝડપી લીધો હતો. વધુમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પોતાની પત્ની વારંવાર કામધંધો કરવા કહેતી હોય પતાવી દીધાની કબૂલાત આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!