આવું સાસરિયું ભગવાન કોઈ દીકરીને ન આપે, આખા પરિવારે ભેગા થઇ ને પુત્રવધુ સાથે કર્યું એવું કે જાણીને તમારું પણ લોહી ઉકળશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલનો યુગ ખુબ જ મોર્ડન માનવામાં આવે છે. ત્યારે આ યુગમાં હજુ પણ ઘણા લોકો જૂની વિચારધારા ધરાવતા હોય છે. હાલ આવી જ એક ચકચારી ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, પુત્ર વધુ દીકરાને જન્મ આપી શકતી ન હોવાથી પરિવારે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાનો પતિ ગામનો પ્રમુખ છે. ત્યારે આ યુવકે પોતાની પત્નીને કુખેથી દીકરાનો જન્મ ન થતા તેની બહેરમીથી તેની હત્યા કરી નાખી. હત્યા પહેલા તેને ત્રાસ આપવામાં આવતો અને તેને પોતાના પિયર જવાની મનાઈ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના પિતાના અવસાનમાં અને ભાઈના લગ્નમાં પણ નહોતી જવા દીધી.

આ ઘટના અંગે પરિવારજનોનો આરોપ છે કે, તેમની પુત્રી તેમની સાથે ફોન પર વાતચિત કરે તો પણ મારતો હતો. તેમજ આ અંગે મૃતક મહિલાના માતા પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીએ બે દીકરીને જન્મ આપ્યો છે અને આજ કારણે તેને મારી નાખવામાં આવી છે. તેમજ હત્યાને આપઘાત સાબિત કરવા તેને લટકાવી દેવામાં પણ આવી હતી.

ત્યારે વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીકરીના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. જે સાબિત કરે છે કે પહેલા તેને ખૂબ માર મારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી.

આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, તેના પતિ અમિત સિંહ ઉર્ફે વિકી, સાળા વિકાસ સિંહ, સસરા રાજેશ સિંહ, સાસુ અને કાકા રાકેશ સિંહ આ દરેક આ બનાવમાં સામેલ હતા. જેને પગલે આ દરેક વિરુદ્ધ હત્યા સહિત અન્ય કલમો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.