‘પુષ્પારાજ’ ઝુકેગા નય સાલા / ગુજરાતના આ રાજ્યમાં ફિલ્મ ‘પુષ્પા’ ના ચક્કરમાં આખા શહેરની પોલીસને દોડતી કરી, જુઓ આટલા કિલો ચંદનનું લાકડું જપ્ત કરાયું

ટોપ ન્યૂઝ સુરત

ફિલ્મ ‘પુષ્પા’ ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એટીએસની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એટીએસ, સુરત એસ.ઓ.જી અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને મોટા જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ જણાવ્યું હતું. વિનોદનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલ છે, જ્યાં તેને ચંદનના વૃક્ષો વાવ્યા છે. વિનોદ ભાઈ એ આ ચંદનના લાકડા વેચવા માટે કોઈ સરકારી પરવાનગી લીધી નથી, તેમ છતાં આ ચંદનના લાકડાનો બારોબાર વહીવટ કરવાની ફિરાકમાં હતો. ખેડૂત ને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જો આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે મસમોટું કૌભાંડ બહાર આવશે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાત એ.ટી.એસએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો છે. એ.ટી.એસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. એમ ગોહિલ તથા સુરત શહેર SOG તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે રેડ કરી 25 લાખની કિંમતના 570 કિલોગ્રામનો વગર પાસ પરમીટવાળો રક્ત ચંદનના લકડાનો જથ્થો રીકવર કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *