અરે બાપરે / વડોદરામાં આખા રોડ પર ગટરમાંથી ધડાકાભેર લાગી આગ, આગ બુઝાવવા આવેલી ફાયરબ્રિગેડની ગાડી પણ આગના લપેટમાં આવી : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરાના અલકાપુરી રોડ પર HDFC બેંકની સામે મુખ્ય રોડ પર ગટરમાં થયેલા ગેસને કારણે આગ ભભૂકી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આગ ઓલવવા જતાં ફાયરબ્રિગેડની ગાડી જ સળગી ગઇ હતી. જોકે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં HDFC બેંકની સામે મુખ્ય રોડ આજે બપોરે ગટરમાં થતાં ગેસને કારણે એના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ ગેસને કારણે લાગી હોવાથી એ હવામાં પણ પ્રસરેલી હતી. જેથી આગ ઓલવી રહેલા ફાયરબ્રિગેડના બંબાને પણ આગે લપેટામાં લઇ લીધો હતો.

ફાયરબ્રિગેડની ગાડી એક ઢાંકણાથી નીકળતી આગની જ્વાળાઓ પર પાણી નાખી રહી હતી, ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી હતી. એણે ફાયરબ્રિગેડની ગાડીને લપેટામાં લઇ લીધી હતી.

આગ ઓલવવા દરમિયાન પણ જ્યારે પાણીનો મારો ચલાવાયો તો એમાંથી ધડાકા થઇ રહ્યા હતા. જો કે બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/05/09-vadodara-fire-bridge-gadi-fire-rohit_1649153591/mp4/v360.mp4 )

અગાવ ફેબ્રુઆરી-2020માં પોલીસ કમિશનરના બંગલા સામે ગટરના ગેસથી 7 ઢાંકણાં ઊછળ્યાં હતાં
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગટરના ગેસને કારણે સર્જાતી દુર્ઘટના નવી નથી. આ પહેલાં પણ ફેબુઆરી 2020માં અલકાપુરી રોડ પર જ શહેરના પોલીસ કમિશનર બંગલોની સામે જ સાંજના સમયે ગટરના ગેસને કારણે ધડાકા સાથે એકબાદ એક ગટરનાં સાત ઢાંકણાં ઊછળ્યાં હતાં. આ ઘટનામાં એક કારનો કાચ તૂટી ગયો હતો અને એક કારના દરવાજો વળી ગયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.