પ્રેમમાં ઘેલા ન બનો / ભત્રીજાના પ્રેમમાં અંધ બની પત્નીએ જ પોતાના પતિને આપ્યુ દર્દનાક મોત, જુઓ મોતને ઘાટ ઉતારી લાશની બાજુમાં જઈને પ્રેમી સાથે કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દિવસેને દિવસે હત્યાના કેસો વઘતા જ જાય છે. જાણે લોકોમાંથી કાનુનનો ડર જ ખતમ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં જ હરિયાણામાંથી(Haryana) એક હમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીંના પાનીપતમાં(Panipat) ધૂપસિંહ નગરમાં(Dhupsingh Nagar) યુવકને તેની પત્નીએ જ ખોફનાક મોત આપ્યું હતું. જોકે પુછ્તાછ દરમિયાન પત્નીએ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નથી કે પતિનું મોત કેવી રીતે થયું. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પતિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

મળેલ માહિતી મુજબ આ ઘટનામાં મહિલાને તેના જ ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેની પતિએ તેના પ્રેમી સાથે મળીને પતિનું મોં દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પત્ની આખી રાત પતિની લાશ સાથે સૂતી રહી. આ સિવાય સવારે સાસુ-સસરાને પરોઠા ખવડાવીને ખેતર પણ મોકલી દીધા હતા. ત્યારપછી તેણે પતિ મરી ગયો હોવાનું નાટક કર્યું હતું. ભત્રીજો પણ આ ડ્રામામાં સામેલ હતો. મોબાઇલ સ્વિચ ઓફ કરીને પત્ની દેખાડો કરવા પતિનું માથું ખોળામાં રાખીને રડતી હતી.

મૃતકના પિતા બ્રહ્મપાલને આ અંગે શંકા જતા તેમણે ચાંદની બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ દરમિયાન જણાવ્યું હતું કે, તેનો 26 વર્ષીય દીકરો અનિલ ફેક્ટરીમાં સિલાઈનું કામ કરતો હતો. કામથી પરત આવ્યા બાદ તે પત્ની સંગીતા અને તેના બે દીકરા સાથે સૂઈ ગયો હતો.

ત્યારબાદ સવારે સાત વાગે સંગીતાએ ચા તથા પરોઠા આપ્યા હતા. ખાઈને તે તેની પત્ની ઈશાવતી સાથે ઘાસ લેવા ખેતરમાં ગયો હતો. પછી સંગીતાએ તેના પિયર અનિલના મોતની માહિતી આપી હતી. ત્યારબાદ 8.10 વાગે અમે ખેતરમાં હતાં ત્યારે સંગીતાના પિયરથી ફોન આવ્યો કે અનિલ મરી ગયો છે.

લગ્ન પહેલાં પણ એક યુવક સાથે ભાગી હતી
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગરના હરિનગર ગામમાં સંગીતાનું પિયર છે. 10 વર્ષ પહેલાં અનિલ તથા સંગીતાના લગ્ન થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં સંગીતા ગામના જ એક યુવક સાથે ભાગી ગઈ હતી. લગ્ન બાદ તેના સગા જેઠના 19 વર્ષીય દીકરા સાથે સંબંધો હતા. ભત્રીજો સંગીતા કરતાં 10 વર્ષ નાનો છે. સંગીતાએ તેના ભત્રીજાને પણ પ્રેમમાં અંધ કરી દીધો હતો. ત્યારબાદ બંનેએ મળીને અનિલની ખુબ જ દર્દનાક રીતે હત્યા કરી હતી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો
સત્ય સામે આવતા જ પોલીસ દ્વારા સંગીતા તેમજ તેનો પ્રેમી સચિનની પણ ધરપકડ કરવામાં આવી હતી. હત્યા બાદ સચિને પોતાના ઘરમાં ઘાસચારાની વચ્ચે સંગીતાનો મોબાઇલ છુપાવી દીધો હતો. જેઠનું ઘર સંગીતાના ઘરની સામે છે. સંગીત હત્યા પહેલાં પિયર ગઈ હતી અને ત્યાં પતિને માર ખવડાવ્યો હતો. સાસુ ઈશાવતીએ કહ્યું હતું કે દીકરાની હત્યા કરી તે રાત્રે તેમને વધુ ઊંઘ આવી ગઈ હતી કારણ કે, સંગીતાએ ભોજનમાં નશીલી દવા મિક્સ કરી હતી.

આઠ મહિનાથી સંબંધો હતા
એક રીપોર્ટ મુજબ 8 મહિનાથી સચિનના તેના કાકી સંગીતા સાથે આવા સંબંધો હતા. એક વાર અનિલે બંનેને એક જ રૂમમાં સાથે જોઈ લીધા હતા અને ત્યારથી જ તેને આ બંનેના સંબંધો પર શંકા હતી. અનિલની આ બાબત પર જ તેની પત્ની સાથે લડાઈ થતી હતી. સચિન તેના ઘરે આવતો એ વાત અનિલને બિલકુલ પસંદ નહોતી. આ કારણે પ્રેમ સંબંધમાં અડચણ બનેલા અનિલને હટાવવા માટે સચિન દુકાનમાંથી નશીલી દવા તથા બીયર લઈને આવ્યો હતો. આ તમામ વસ્તુ તેણે સંગીતાને આપી હતી.

તે દિવસે અનીલની તબિયત ખરાબ હોવાને કારણે તે કામપરથી વહેલા આવી ગયો હતો. ત્યારબાદ સંગીતાએ બીયરમાં નશીલી દવાઓ મિક્સ કરી હતી. ત્યારબાદ તેણે તાવની દવા કહીને બીયર પીવડાવી દીધું હતું. આ સાથે જ ચામાં નશીલી દવા નાખીને સાસુ-સસરા તથા બંને દીકરાને પીવડાવી હતી. આખો પરિવાર બેભાન થતાં જ સંગીતાએ સો.મીડિયામાં મેસેજ કરીને પ્રેમી સચિનને ઘરે બોલાવ્યો હતો. પછી બંનેએ મળીને પ્રેમમાં અડચણ બની રહેલા આ અનિલની હત્યા કરી નાખી હતી.

પતિની લાશની બાજુમાં પ્રેમીની સાથે સૂતી
પોલીસ પકડી ન શકે તે માટે સચિને હાથમાં મોજા પહેર્યા હતા તેમજ સંગીતાએ પતિના હાથ પકડ્યા અને ઓશીકાથી મોં દબાવ્યું હતું. આ રીતે અનિલની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સચિન અને સંગીતા સાથે જ સૂતા હતા. ત્યારપછી બીજા દિવસે સવારે સચિન તેના ઘરે ગયો હતો. પછી પરિવાર સાથે હત્યા પર અફસોસ વ્યક્ત કરતો હતો. તેમજ કોઈને શંકા ન જાય તે માટે મીડિયા તથા પોલીસ સાથે સચિન જ વાત કરતો હતો.

હત્યા બાદ સંગીતાએ સિમ તોડ્યુંઃ
પોલીસના જણાવ્યા મુજબ સંગીતાએ પતિની હત્યા કર્યા બાદ સિમ કાર્ડ તોડી નાખ્યું હતું અને મોબાઇલ ઘાસચારામાં છુપાવી દીધો હતો. મોબાઇલ તથા તૂટેલું સિમ પોલીસે જપ્ત કર્યું હતું. આ જ મોબાઇલથી સંગીતાએ પ્રેમીને મેસેજ કર્યો હતો. જાણવા મળ્યું છે કે, સચિન મજૂરી કરે છે. આ રીતે બંનેએ મળીને અનિલની હત્યાને અંજામ આપ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.