ગ્રીષ્મા હત્યાકાંડના સૌથી મોટા સમાચાર / જુઓ હત્યારા ફેનિલ ગોયાણીને આજે નહિ પરંતુ આ તારીખે આટલા વાગે કોર્ટ સંભળાવશે સજા

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત ફફડી ઉઠ્યું હતુ. ત્યારે હવે આ કેસમાં આજરોજ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, સેસન્સ કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ તરફથી હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આરોપી ફેનીલને 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે આવતીકાલે સવારે 11 વાગે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. જો કે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ છે. જે બાદ 16 એપ્રિલની મુદ્દતમાં આરોપીના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. જેના કારણે કોર્ટે 21 એપ્રિલ એટલે કે આજે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગ્રીષ્મા હત્યા કેસમાં 69 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટે આજે હત્યારા ફેનિલને દોષિત જાહેર કર્યો છે અને આવતી કાલે સજા સંભળાવવામાં આવશે.

જો કે, કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યા બાદ પૂછ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ન આપવો? નિસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નો એક પણ વખત ફેનિલે જવાબ ન આપ્યો. કોર્ટે કહ્યું કે સજા પહેલા કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. જો કે, કોર્ટે વારંવાર ફેનિલને પૂછયું તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો પરંતુ ફેનિલ એક પણ શબ્દ બલ્યો ન હતો.

સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જો કે આજના કોર્ટના સજાના એલાન પર સૌ કોઈની નજર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.