કલાકાર થયા હનીટ્રેપનો શિકાર / જાણીતા કલાકારને મહિલાએ ઘરે બોલાવી ચામાં નશાની દવા પીવડાવી, જુઓ પછી કપડાં ઉતારી નગ્ન હાલતમાં વિડિઓ ઉતારી કર્યા એવા કાંડ કે જાણીને તમે ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

કચ્છના ફેમસ ગાયક કલાકારનો નશાની હાલતમાં વીડિયો વાયરલ થતા કચ્છમા સનસનાટી મચી ગઈ હતી. ગાયક કલાકારની અશ્લીલ ક્લીપ વાયરલ થવાના મામલે ફોજદારી દાખલ મહિલા સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. કચ્છી ગાયક ઈસ્માલ જુમા પારાએ પોલીસ ફરિયાદા જણાવ્યુ કે, લેભાગુ તત્તવો દ્વારા તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાના ઈરાદાથી આ પ્રકારનુ કૃત્ય કરાયુ હતું. બાદમા તેમનો વીડિયો ઉતારાયો હતો.

મહિલા સાથેની અશ્લીલ હરકતોવાળી વીડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થવાના પ્રકરણમાં ભુજ તાલુકાના ચુબડક ગામના પ્રોઢ વયના ક્લાકારે એક મહિલા સહિત ત્રણ જણ સામે રૂપિયા પડાવવાના ઇરાદે આ કૃત્ય કરાયાની ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ચુબડક ગામે રહેતા કચ્છી લોકગીત, કાફી અને ક્વાલી ક્ષેત્રના ગાયક ઇસ્માઇલ જુમા પારાએ તેમની સાથે બનેલી આ ઘટના બાબતે ભુજની એક મહિલા તથા દુધઇ (અંજાર) ના ઓસમાણ ગની મિયાણા (છકડાવાળા) અને અન્ય એક ઇસમ સામે આજે આ ગુનો દાખલ કરાવ્યો હતો.

કલાકારને ગયા મહિનાની તા. 20ના રોજ ભુજના અંજલિ નગર -2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી હતી. ત્યારબાદ ફરિયાદી ભાનમાં આવતા નવી દુધઈ પાસેના નવગામનો આરોપી ઓસમાણ ગની મિયાણા અને તેની સાથેનો અન્ય એક અજાણ્યો ઇસમ તેની સામે આવી ગયા હતા અને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. 12 હજાર પડાવી લીધા હતા અને પીલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ત્યારબાદ વીડિયો વાયરલ પણ કર્યો હતો.

આ વિશે ફરિયાદી સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, 4 દાયકા જેટલા સમયમાં અનેક કાર્યક્રમો કર્યા છે. ક્યારેય કોઈ સાથે વેર બંધાયું નથી. આ કેસની આરોપી નઝમાંનો પતિ 15થી 20 વર્ષ સુધી મારી સાથે ઢોલક વગાડતો હતો. આંગળી કામ કરતી બંધ થતાં કામ મૂકી દીધું તેથી તેમના પરિવાર સાથે જૂનો નાતો હોવાથી મને બોલાવતા ઘરે ગયો હતો.

બાદમાં આ પ્રકારે ફસાવી પોલીસની બીક બતાવી રૂ. 25 લાખની માંગણી કરી હતી. મેં કહ્યું હતું કે, મારી પાસે 25 પૈસા પણ નથી તેમ છતાં વારંવારની માંગણી ચાલુ રાખી હતી. જે ના સ્વીકારતા ખોટી રીતે રેકોર્ડ કરેલો વીડિયો વાઇરલ કરી દીધો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બહુ મોટી ગેંગ છે જે આ રીતે લોકોને લલચાવીને હેરાન કરે છે. તેથી મેં મારી આબરૂની ફીકર કર્યા વગર અન્ય લોકોના બચાવ માટે આગળ આવી ફરિયાદ લખાવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/16/06-bhuj-kalakar-vishal1_1647418284/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.