અરે બાપરે…ભારે કરી / ડાન્સ ફ્લોર પર મહિલાને પરાણે ખેંચીને લાવ્યા, ત્યારબાદ જે બથોબથ આવ્યા છે એ જોઈને તમે પણ કહેશો કે આ લગ્ન છે કે ધીંગાણું : જુઓ વિડિઓ

અજબ ગજબ

ભારતમાં લગ્ન પ્રસંગે અલગ અલગ સમારોહનું આયોજન થતું હોય છે જેમાં લોકો મન મૂકીને મજા માણે છે. જેમ કે મહેંદી, સંગીત, વગેરે. આવા આયોજનોમાં મજાની સાથે સાથે ક્યારેક ઉપાધિ પણ આવી જતી હોય છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે આવા આયોજનોના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. ( વિડિઓ નીચે આપેલો છે )

જેમાં કેટલાક વીડિયો મજાકીયા તો કેટલાક લડાઈ ઝઘડાના પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કોઈ લગ્ન સમારોહનો આવી વીડિયો છે જેમાં ડીજે ફ્લોર પર ડાન્સ ચાલે છે. બધા મસ્તી કરતા હોય છે અને અચાનક આ મસ્તી ઝઘડામાં ફેરવાઈ જાય છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કોઈનું લગ્ન છે જેમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા છે.

સામે ડીજે ફ્લોર પર લોકો ડાન્સની મજા માણી રહ્યા છે. અચાનક એવી ઘટના ઘટી કે લોકો પરસ્પર ઝઘડી પડ્યા. વાત જાણે એમ હતી કે બધાને નાચતા જોઈને એક કપલ પણ ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યું. એક વ્યક્તિ મહિલાને લઈને ડાન્સ કરવા માટે ફ્લોર પર આવ્યો અને ડાન્સ કરવા લાગ્યા ત્યારે ફ્લોર પર ડાન્સ કરતા અન્ય એક યુવકને કદાચ તે મહિલા સાથે ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ અને ત્યારબાદ તો મહિલા સાથે ફ્લોર પર આવેલા વ્યક્તિ સાથે બાથમબાથી કરવા લાગ્યો.

વાતાવરણ એકદમ તંગ થઈ ગયું. આ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ વાર જોવાયો છે. આનંદનો માહોલ ઝઘડામાં ફેરવાઈ જતા વાતાવરણ ભારે થઈ ગયું અને પછી તો ડીજે રોકવામાં આવ્યું. બધા મામલો શાંત કરવામાં લાગી ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.